સલમાન ખાનના ફેન્સ અને બિગ બોસ 16ના દર્શકો માટે ખરાબ સમાચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:27:07

સલમાન ખાનને ડેન્ગ્યુ થતાં અટક્યું અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ

કરણ જોહરને સલમાન ખાને બિગ બોસ 16 હોસ્ટ કરવા ફોન કરતાં તરત જ પાડી દીધી 'હા'

બિગ બોસ ઓટીટી હોસ્ટ કરી ચૂક્યો હોવાથી કરણ જોહર પાસે છે રિયાલિટી શોનો અનુભવ

Salman Khan down with dengue, Bollywood star to return as Bigg Boss 16 host  from THIS date: Reports | Celebrities News – India TV

સલમાન ખાનના ફેન્સ અને બિગ બોસ 16ના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. વિવાદાસ્પદ રિયાલિટી શોના આગામી કેટલાક અઠવાડિયાના એપિસોડમાં 'ભાઈજાન' નહીં પરંતુ કરણ જોહર જોવા મળશે. વાત એમ છે કે, એક્ટરને ડેન્ગ્યુ થઈ ગયો છે અને તેથી જ બિગ બોસ 16ના કેટલાક એપિસોડ હોસ્ટ નહીં કરી શકે. શોમાં દર શુક્રવારે જ્યારે સલમાન ખાન આવે છે ત્યારે દરેક કન્ટેસ્ટન્ટની ક્લાસ લે છે પરંતુ આગામી થોડા દિવસ તેમ નહીં જોવા મળે. સલમાનને ડેન્ગ્યુ થયો હોવાથી ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે. મેકર્સ જ્યારે શોની ઓફર લઈને કરણ જોહર પાસે ગયા ત્યારે તેણે એક પણ મિનિટ વિચાર્યા વગર 'હા' પાડી દીધી હતી. કારણ કે, તેની પાસે આ શો વિશેનો અનુભવ છે અને અગાઉ બિગ બોસ ઓટીટી હોસ્ટ કરી ચૂક્યો છે.

Down with dengue, Salman Khan takes break from 'Bigg Boss'; know who will  host the reality show now | Hindi Movie News - Bollywood - Times of India

સલમાન ખાનને થયો ડેન્ગ્યુ

રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાને પોતે જ કરણ જોહરને ફોન કર્યો હતો અને બિગ બોસ 16 હોસ્ટ કરવા માટે કહ્યું હતું. તો ફિલ્મમેકર પણ ના પાડી શક્યો નહોતો. કરણ હકીકતમાં સલમાનનો આદર કરે છે. જ્યારે તેની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં સાઈડ રોલ માટે કેટલાક એક્ટર્સે કામ કરવાની ના પાડી હતી ત્યારે તે સલમાન જ હતો, જે તે રોલ કરવા માટે તૈયાર થયો હતો. સલમાનની જેમ કરણ જોહરને પણ શો હોસ્ટ કરવા મોટી રકમ આપવામાં આવી છે.


'કિસી કા ભાઈ કિસી કી જાન'નું અટક્યું શૂટિંગ

Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser out: Salman Khan's new look will make his  fans go gaga

બિગ બોસ 16 સિવાય સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ પણ કરી રહ્યો હતો. તે હવે બીમાર છે ત્યારે આગામી કેટલાક દિવસો તેનું શૂટિંગ બંધ રહેશે. આ ફિલ્મનું નામ પહેલા કભી ઈદ કભી દિવાલી હતું. જો કે, ત્યારબાદ તેને બદલી નાખવામાં આવ્યું. આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં પૂજા હેગડે જોવા મળશે. આ સિવાય શહેનાઝ ગિલ, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ મહત્વના રોલમાં છે. આયુષ શર્મા પણ શરૂઆતમાં ફિલ્મનો ભાગ હતો પરંતુ કેટલાક ઈશ્યૂના કારણે તે બહાર થયો હતો. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2023માં ઈદ પર રિલીઝ થશે


સલમાન ખાનની અપકમિંગ ફિલ્મો

સલમાન ખાન પાસે કબીર સિંહની ફિલ્મ 'ટાઈગર 3' પણ છે, જેમાં કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, એક્ટરે થોડા દિવસ પહેલા જ તે આવતા વર્ષે એટલે કે 2023માં દિવાળી પર રિલીઝ થવાની જાહેરાત કરી હતી. આ સિવાય એક્ટર રોહિત શેટ્ટીની રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'સર્કસ'માં કેમિયો કરતો દેખાશે, જે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?