સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું 30 તારીખે મારી નાખીશ


  • Published By :
  • Published Date : 2023-04-11 13:34:14

સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અનેક વખત તેમને ધમકીભર્યા કોલ આવ્યા છે. ત્યારે ફરી એક વખત સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે મુંબઈ પોલીસને ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોનમાં ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે 30 તારીખે સલમાનને મારીશ.આ મામલે પોલીસે કહ્યું કે આરોપીનું નામ રોકીભાઈ છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે 16 વર્ષના છોકરાને હિરાસતમાં લીધો છે.

  


પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકી આપનારે કર્યો ફોન

છેલ્લા ઘણા સમયથી ભાઈજાનને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ધમકી મળવાનો સિલસિલો ખતમ નથી થયો. ફરી એક વખત ફોન પર જાનથી મારવાની ધમકી મળી હતી. ધમકી આપનારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને કઈ તારીખે સલમાન ખાનને મારશે તે કહ્યું હતું. ધમકી આપનારે કહ્યું કે સલમાન ખાનને 30 તારીખે મારીશ. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સલમાન ખાને બુલેટપ્રૂફ ગાડી ખરીદી હતી. 


આ અગાઉ પણ મળી છે જાનથી મારી નાખવાની ધમકી 

ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ દ્વારા આ મામલે જોધપુરના રહેવાસીની ધરપકડ કરી હતી. ધાકડરામની ધરપકડ કરી હતી. તેણે સલમાન ખાનની ઓફિશિયલ વેબસાઈટ પર ત્રણ મેઈલ કર્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે