સલમાન ખાન, અનુપમ ખેર, અને અમૃતા ફડણવીસને Y+ સુરક્ષા, મોતની ધમકીઓ મળી હતી


  • Published By :
  • Published Date : 2022-11-01 20:45:41


બોલીવુડ ઍક્ટર સલમાન ખાનની સિક્યૉરિટી મહારાષ્ટ્ર સરકારે અપગ્રેડ કરીને વાય-પ્લસ કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે અનુપમ ખેર, ઉદ્યોગપતિ અજય પિરામલ, આનંદ પિરામલ તથા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને પણ સમાન સુરક્ષા-કવચ આપ્યું છે. આ તમામ જાણીતી હસ્તીઓની સુરક્ષા માટે હવેથી બે સશસ્ત્ર કૉન્સ્ટેબલ તેનાત રહેશે. પ્રસિદ્ધ હસ્તીઓ પર તોળાતા સંભવિત જોખમના આધારે રાજ્યનું ગુપ્તચર ખાતું સિક્યૉરિટી કવરને વર્ગીકૃત કરે છે. મહારાષ્ટ્ર સરકારે અભિનેતા અક્ષયકુમારને પણ એક્સ કૅટેગરી-કવર પૂરું પાડ્યું છે, આથી હવે તે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એક સશસ્ત્ર કૉન્સ્ટેબલ તેની સાથે રહેશે. 


સલમાન ખાનને મળી હતી લૉરેન્સ ગેંગની મોતની ધમકી


પંજાબ, દિલ્હી અને મહારાષ્ટ્ર પોલીસને સિક્રેટ માહિતી મળી હતી કે ગૅન્ગસ્ટર્સ લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે મુંબઈમાં સલમાન ખાન પર જીવલેણ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. પંજાબી સિંગર સિધુ મુસેવાલાની હત્યા પાછળ જેનો હાથ હોવાનું મનાય છે એ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે સલમાન ખાને અવારનવાર ધમકી આપી છે. 


અનુપમ ખેર, અક્ષય કુમાર, અજય, અમૃતા પર તોળાઈ રહ્યો છે ખતરો


અનુપમ ખેરને તેમની ફિલ્મ ‘કશ્મીર ફાઇલ્સ’ના રિલીઝ બાદ  મળેલી ધમકીઓને પગલે તેની સુરક્ષા કડક કરી દેવાઈ છે, જ્યારે અક્ષય કુમારના કેનેડિયન નાગરિકત્વને પગલે સોશ્યલ મીડિયા પર તેને નિશાન બનાવવામાં આવતાં તેને સુરક્ષા પૂરી પડાઈ છે. અંબાણી પરિવાર સાથેના સબંધોને પગલે તથા તાજેતરમાં મળેલી ધમકીને પગલે ઉદ્યોગપતિ અજય પિરામલને સુરક્ષા આપવામાં આવી છે. અમૃતા ફડણવીસને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી હોવાથી તેમને સુરક્ષા અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી હોવાથી તેમને સુરક્ષા અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


શિંદે ગ્રુપના 41 ધારાસભ્યોને પણ Y+ સુરક્ષા


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થક તમામ 41 ધારાસભ્યો અને 10 સાંસદોને નવી સરકારની રચનાના ત્રણ મહિના પછી  Y+ સુરક્ષા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?