સાળંગપુર મંદિર વિવાદ વધુ વકર્યો, ભક્તની લાગણી દુભાતા વિવાદિત ચિત્ર પર ફેરવ્યો કાળો રંગ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-02 18:28:31

સાળંગપુર વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. મોટી મૂર્તિઓ નીચે રાખવામાં આવેલી મૂર્તિઓને લઈ વિવાદ છેડાયો હતો. ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વમીનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવવામાં આવ્યા છે. આ પ્રતિમાઓને કારણે અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. અનેક કથાકારો, સંતોએ, લોકસાહિત્યકારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

 


લાગણી દુભાતા વિવાદિત ભીંતચિત્રો પર ભક્તે કાળો કલર લગાવી દીધો!

ત્યારે વધુ એક અપડેટ સામે આવી છે. જે ભીંત ચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો તે વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કોઈ ભક્તે મારી દીધો છે. ભક્તની લાગણી દુભાતા આ કદમ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઘટના બાદ મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાને પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મંદિરના પ્રાઈવેટ બાઉન્સર તેમજ પોલીસ ભીતચિત્રોની આજુબાજુ ઉભા રહેશે. ભીતચિત્રોની આજુબાજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ આ કામ કર્યું છે તેમનું નામ હર્ષદ ગઢવી છે. 


શું છે સમગ્ર વિવાદ? 

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં શિલ્પચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યોમાં હોબાળો મચી ગયો છે. ભક્તોની લાગણી દુભાઈ ગઈ છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...