સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વકર્યો, હાથમાં બંદૂક સાથે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપ્યું અલ્ટિમેટમ, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-01 21:05:11

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં શિલ્પચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યોમાં હોબાળો મચી ગયો છે. આ મુદ્દે રાજ્યના સાધુ-સંતો, મહંતો, અને ધર્મગુરૂઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે આક્રોશ દર્શાવ્યો છે. મહંત દ્વારા 24 કલાકમાં વિવાદિત ચિત્ર હટાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.


શું કહ્યું મહંત પરમેશ્વર મહારાજે?


સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની વિશાળ મૂર્તિની નીચે તેયાર કરાયેલી પ્રતિમાઓનો વિવાદ વકરતો જાય છે. ત્યારે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાનજીના મહંત દ્વારા હાથમાં હથિયાર ઉઠાવીને ખુલ્લી ચીમકી આપી દેવામાં આવી છે. રોકડિયા હનુમાનના મહંત દ્વારા સુધરી જવા સાળંગપુરના કષ્ટભંજન દેવના મંદિરના સંચાલકોને જણાવવામાં આવ્યું છે. મહંત પરમેશ્વર મહારાજે ચિમકી આપતા કહ્યું કે, 'હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ધાંત નથી, પંથ નથી. આ ફરજી બાબાનું ગ્રુપ છે. આ લોકો બ્લેકના રૂપિયા વ્હાઈટ કરે છે. તેમના ભગવાન રામ કે શિવ નથી તો આ લોકો હનુમાનજીના ચરણોમાં કેમ પડ્યા છે? હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યા છે? અમને લાગતું હતું કે આ લોકો સુધરી જશે, તે સનાતની છે. પરંતુ આ લોકો સનાતની નથી, સનાતમ ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું.' આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા માટે તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.'



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?