વિવાદનો અંતે આવ્યો સુખદ નિવેડો, વડતાલના સંતોની જાહેરાત, સૂર્યોદય પહેલાં ભીંતચિત્રો દૂર કરાશે


  • Published By :
  • Published Date : 2023-09-04 22:30:19

સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો મામલે સર્જાયેલા ભારે વિવાદનો અંતે સુખદ નિવેડો આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને VHPના આગેવાનો સાથે મહત્વની બેઠક થઈ હતી. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સનાતન ધર્મના સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી. આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવામાં આવશે. આજે સાંજે સ્વામી પરમાત્માનંદએ કહ્યું, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને ખોટો વાણીવિલાસ ન કરવા  તથા સમાજની સમરસતા ન તૂટે તેવા નિવેદન ન આપવા આદેશ અપાયો છે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ માટે સમિતિની રચના કરવામાં આવશે.આ સદભાવના બેઠક 2 કલાક સુધી ચાલી હતી. વડતાલ મંદિરના સંત સ્વામીએ કહ્યું, આજે અમારી VHP સાથે બેઠક થઈ હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે વિવાદાસ્પદ વાક્યો છે તે અંગે અમારી સમિતિ જલ્દી નિર્ણય કરશે. હાલ પ્રાથમિક નિર્ણય તરીકે ભીંતચિત્ર દૂર કરવા ફેંસલો કરવામાં આવ્યો છે.





આ સંતોની હાજરીમાં લેવાયો નિર્ણય


સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ ઝઘડો આગળ ન વધારવા અને ભવિષ્યમાં આ પ્રકારનો વિવાદ ન થાય તેની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાંતિ સલામતી જાળવી રાખવાની પણ ખાતરી આપી હતી. સરકાર સાથેની બેઠકમાં VHP તરફથી અશોક રાવલ, અશ્વીન પટેલ, ઝુંડાલ સ્વામીનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, SGVPના બાલઅગમ સ્વામી, સનાતની ચૈતન્ય શંભુ મહારાજ, પરમાત્માનંદજી, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી જીતુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.


CM ભૂપેન્દ્ર પટેલ સાથે થઈ હતી બેઠક


સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રોને લઈ ચાલી રહેલા વિવાદને લઈ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોએ ગાંધીનગરમાં બેઠક કરી હતી. સંતોની બેઠકમાં હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરીયા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત લાલજી પટેલ અને મથુર સવાણી પણ  ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડૉ સંત વલ્લભ સ્વામી , વડતાળ મંદિરના કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી , સાળંગપુરના કોઠારી સ્વામી અને સરધાર મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દોઢ કલાક ચાલી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?