અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ એક સૂરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર, જાણો શું જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-09-03 13:24:24

સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ હવે તેની ચરમસીમાએ પહોંચ્યો છે, સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરના પરિસરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતશિલ્પો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાહાકાર મચી ગયો છે. હિંદુ ધર્મના સાધુ સંતો, ધર્મગુરૂઓ અને મહંતો ઉપરાંત કથાકારો અને લોક સાહિત્યકારોએ પણ આ મામલે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન આજે અમદાવાદમાં સાધુ સંતો એકત્ર થયા છે. અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં એકત્રિત થયેલા સાધુ સંતો, ધર્મગુરૂઓ અને મહંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય અને તેના સંતોનો બહિષ્કાર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.


લંબે નારાયણ આશ્રમમાં સંતોએ શું નિર્ણય કર્યો


સાળંગપુરમાં શિલ્પચિત્રોને લઇ અમદાવાદના સાણંદ હાઇવે પર આવેલા લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ સાધુ-સંતોની આ બેઠક બોલાવી હતી. લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં હતા. આજની સાધુ-સંતોની બેઠકમાં વિવિધ મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોએ ભેગા થઈ મહત્વના નિર્ણયો કર્યા હતા. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ આજે કેટલાંક નિર્ણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરમાં જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ - સંતોને આમંત્રણ આપવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોનું આમંત્રણ સ્વીકારવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જવાનું નહીં તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ - સંતો સાથે બેસવું નહીં તેમ નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રકારે સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.



શું કહ્યું સાધુ-સંતોએ?


સાળંગપુરમાં શિલ્પચિત્રોને લઇ લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, હનુમાનજીની પ્રતિમા નીચેથી શિલ્પચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો.


જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે.


જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું. સનાતન સાધુઓ કોઇ પણ વખત સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલ્યા નથી.તમે સનાતન ધર્મની વિરૂદ્ધમાં શા માટે વારંવાર જાવ છો? તમે મર્યાદામાં રહો અમને મર્યાદામાં રહેવા દો. 


ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજે જણાવ્યું હતું કે, હનુમાનજી આરાધ્ય દેવ છે, હનુમાનજી ન હોય તો સૃષ્ટી ન હોય એટલે એમને પવનતનય કહ્યા છે. હનુમાનજી સ્વામીને પગે લાગે છે હનુમાનજી દાસ થઇને રહે છે. આ ચિત્રો નિંદાને પાત્ર છે. સનાતન તો અનંત કાળથી છે અને હનુમાનજી યુગોથી છે. અમારા આરાધ્ય દેવને નીચા દેખાડવા એ યોગ્ય નથી. મહેરબાની કરીને તમે તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી ટુંકી કરવાનો પ્રયત્ન ન કરો.


આ સાધુ-સંતો હાજર રહ્યા?


મહામંડલેશ્વરમા વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણ નંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઠ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાશિક


5 સપ્ટેમ્બરે લિંબડીમાં સંતોની બેઠક  


5 સપ્ટેમ્બરે લિંબડીમાં સંતોની કોર કમિટીની બેઠક મળશે. જે બેઠકમાં રણનીતિ નક્કી કરાશે. આ બેઠક દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સંતો જોડાશે. મોટી બેઠકમાં દેશભરના સંતો હાજરી આપશે.



જ્યારે ગરીબના દીકરાને જોઈએ છે ત્યારે આપણને દયા આવી જાય છે.. અનકે દિવસોના ભૂખ્યા બાળકો હોય છે જે જમવા માટે તરસતા હોય છે..

દેશની સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે... શિયાળા સત્રનો આજે બીજો દિવસ હતો પરંતુ કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.. આવતી કાલ સુધી લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે...

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...