ભ્રષ્ટાચારનો ભોગ બનતા ખેડૂતોની પીડાને સાંઈરામ દવેએ વર્ણવી! YuvrajSinh Jadejaએ શેર કર્યો વીડિયો, સાંભળો ગીત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-03 10:02:23

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણી અર્થવ્યવસ્થા ખેતર પર આધારિત છે. ખેડૂતો દ્વારા દિવસ રાત કરવામાં આવતી મહેનતને કારણે આપણા સુધી અન્ન પહોંચે છે. ભર તડકો, કડકડતી ઠંડીને ન જોઈ ખેડૂત આપણને અગવડ ન પડે, આપણે ભૂખ્યા પેટે ન સુવુ પડે તે માટે ખેતરમાં તનતોડ મહેનત કરે છે. પરંતુ ઘણી વખત આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ખેડૂતો સુધી પોતાના જ હકના પૈસા નથી મળતા. જે પ્રકારે તે મહેનત કરે છે તે પ્રકારના ભાવ તો ઠીક પરંતુ પોષણસમા ભાવ માટે પણ ખેડૂતોને રઝડવું પડતું હોય છે. ખેડૂતોને પણ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડતું હોય છે. 

યુવરાજસિંહએ શેર કર્યો ખેડૂતોની વ્યથા વર્ણવતો વીડિયો  

ભ્રષ્ટાચારનો વ્યાપ દરેક જગ્યાઓ પર, દરેક વિભાગમાં જોવા મળતો હોય છે. જ્યારે કોઈ સરકારી કામ કરાવવું હોય ત્યારે લોકો પહેલેથી જ તૈયાર હોય છે કે આપણે પૈસા આપીશું ત્યારે જ કામ થશે. અનેક એવા ઉદાહરણો પણ આપણી સામે છે. આપણામાંથી એવા લોકો પણ હશે જેમણે પૈસા આપી પોતાનું કામ કરાવ્યું હશે. ભ્રષ્ટાચારનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ખેતરમાં કામ કરતો ખેડૂત પણ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યો છે. અનેક વખત ખેડૂતો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ તેમના સુધી પહોંચતી નથી, વગેરે વગેરે... ત્યારે યુવરાજસિંહ જાડેજાએ એક ટ્વિટ કરી છે જેમાં હાસ્ચકલાકાર સાંઈરામ દવેનું એક ગીત પોસ્ટ કર્યું છે જેમાં ખેડૂતોની વેદના તેમણે વર્ણવી છે. 


યુવરાજસિંહ અનેક વખત ઉઠાવે છે આવા મુદ્દા

મહત્વનું છે યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેક એવા આવા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોય તેવો ઘટસ્ફોટ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. સિસ્ટમમાં થતા ભ્રષ્ટાચાર અંગે તેમણે ઘણી વખત વાત કરી હોય છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...