વડોદરાના સાદરા પોસ્ટ ઓફિસના 32 વર્ષીય પોસ્ટ માસ્તરનું હાર્ટ-એટેકથી મોત, 2 મહિના પહેલા જ થઈ હતી ટ્રાન્સફર


  • Published By :
  • Published Date : 2023-07-25 16:34:58

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. દર બે-ત્રણ દિવસે હાર્ટ એટેકથી મોતના સમાચાર આવતા રહે છે, તેમાં પણ હાર્ટ એટેકનો સોથી વધુ ભોગ યુવાનો બની રહ્યા છે. વડોદરા જિલ્લામાં એક યુવાન પોસ્ટ માસ્તરનું  હાર્ટ એટેક મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વડોદરાના પાદરા તાલુકાની સાદરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા 32 વર્ષિય દર્શનભાઇ ભીખાભાઇ પટેલ હ્રદયરોગના જીવલેણ હુમલાનો ભોગ બન્યા હતા. દર્શનભાઇ પટેલ મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામના વતની હતા.  તેઓ વડોદરા શહેરના અટલાદરા પી-401, આરૂણી રેસિડેન્સીમાં પત્ની પુનમબહેન સાથે રહેતા હતા. એક યુવાનનું હાર્ટએટેકથી મોત નીપજતાં તેમના પરિવાર અને પોસ્ટકર્મીઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. 


છાતીમાં દુઃખાવો સારવાર માટે ખસેડાયા


દર્શનભાઇ સવારે રાબેતા મુજબ સાદરા પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસમાં પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં તેઓને ગભરામણ શરૂ થઈ હતી. પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. પોસ્ટ માસ્તર દર્શનભાઇ પટેલની તબિયત બગડતા સાથી કર્મચારીઓ તુરંત જ તેઓને મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. પરંતુ, ફરજ ઉપરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. 32 વર્ષીય પોસ્ટ માસ્તર દર્શનભાઇ પટેલનું એટેકથી મોત નીપજતાં તાલુકાની પોસ્ટ ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ સાથે સાદરા ગામમાં ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ આ બનાવની જાણ પત્ની પુનમબહેન પટેલ તેમજ અન્ય પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા.


વતનમાં થશે અગ્નિ સંસ્કાર


દર્શનભાઇ પટેલનું ત્રણ વર્ષ પહેલાં પુનમબહેન સાથે લગ્ન થયું હતું. તેઓ સાદરા પોસ્ટ ઓફિસમાં બે મહિના પહેલા જ ટ્રાન્સફર થઇને આવ્યા હતા. દર્શનભાઇનું એટેકથી મોત નિપજ્યું હોવાની જાણ વડું પોલીસને કરવામાં આવતા પોલીસકર્મી દોડી આવ્યા હતા મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મોતને ભેટેલા દર્શનભાઇ પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ પરિવાર મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ ગયા હતા. સાદરા ગામ સહિત આસપાસના ગામોમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે વડું પોલીસે જરૂરી તપાસ બાદ કાર્યવાહી હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?