ડીપ ફેકનો શિકાર અનેક સેલિબ્રિટી બન્યા છે. ત્યારે આ વખતે ડીપ ફેકનો શિકાર સચિન તેંડુલકર બન્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સચિન તેંડુલકર એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે. અવાજ અને ચહેરો સચિન તેંડુલકરનો છે પરંતુ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે નથી. તે વીડિયોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેમની દીકરી સારાને એપથી ફાયદો થઈ રહ્યો છે. વીડિયો અંગે ખુલાસો કરતા સચિન તેંડુલકરે કહ્યું આ ફેક વીડિયો છે. સોશિયલ મીડિયા પર આ અંગે વાત કરી છે.
ડીપ ફેકનો શિકાર બન્યા સચિન તેંડુલકર
ટેકનોલોજી જેમ જેમ આગળ વધે છે તેના ફાયદાઓ તો છે પરંતુ જો ટેક્નોલોજી ખોટા હાથોમાં આવી જાય તો તેના ગેરફાયદા પણ એટલા જ છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે કારણ કે થોડા સમયથી ડીપ ફેક વીડિયો મોટી મોટી હસ્તીઓનો બનાવવામાં આવી રહ્યો છે. ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ડીપ ફેકનો શિકાર અનેક હસ્તીઓ થઈ છે અને હવે આ લિસ્ટમાં સચિન તેંડુલકરના નામનો પણ સમાવેશ થઈ ગયો છે.
વીડિયો અંગે સચિન તેંડુલકરે કહી આ વાત
સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરએ વીડિયો પોસ્ટ કર્યો છે સાથે સાથે તેમણે લખ્યું કે આ વીડિયો ફેક છે. ટેક્નોલોજીનો બેફામ દુરૂપયોગ જોઈને હેરાન છે. વિનંતી કરતા તેમણે કહ્યું કે આ વીડિયો, જાહેરાત અને એપને મોટી સંખ્યામાં જાણ કરવા સૌને વિનંતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરિયાદો માટે સતર્ક અને પ્રતિભાવશીલ રહેવાની જરૂર છે. મહત્વનું છે કે ડીપ ફેકનો શિકાર આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કેટરીના કેફ સહિતની અભિનેત્રીઓ બની છે.