સચિન પાયલોટે રાજસ્થાન સરકારને આપ્યું અલ્ટિમેટમ! સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો માગ નહીં પૂરી થાય તો... સાંભળો શું કહ્યું સચિન પાયલોટે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-16 10:20:39

રાજસ્થાનનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ વિરોધ શરૂ કર્યો છે. તપાસ કરવામાં આવે તેવી તેમની માગ છે. સચિન પાયલોટે જનસંઘર્ષ યાત્રા કરી હતી તે પહેલા એક દિવસના ધરણા પ્રદર્શન કર્યું હતું. આ યાત્રાનું સમાપન સોમવારે થયું હતું પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો માગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની સરકારને આપી છે.

  

સચિન પાયલોટે આંદોલન કરવાની આપી ચીમકી!       

સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે ચાલતો વિવાદ હાલ ચર્ચામાં છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની જ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. જન સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું હતું જેનું સમાપન ગઈ કાલે થઈ ગયું છે. ત્યારે પોતાની જ સરકારને પાયલોટે અલ્ટિમેટમ આપ્યું છે. આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની જ સરકારને આપી છે. સચિન પાયલોટને મંત્રી રાજેન્દ્ર ગુઢાનું સમર્થન મળ્યું છે. પોતાની જ સરકાર પર નિશાન સાધતા કહ્યું  કે સરકારનું અલાઈનમેંટ ખરાબ થઈ ગયું છે અને તેમણે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી દીધા છે. 

આખા રાજ્યમાં આંદોલન કરવાની કરી વાત!

સોમવારે સચિન પાયલોટની યાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. 5 દિવસની યાત્રાનું આયોજન તેમણે કર્યું હતું. ત્યારે પાયલોટે જયપુર નજીક મહાપુરા ગામમાં જનસભા સંબોધી હતી અને પોતાના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને 30મે સુધીનો સમય આપ્યો છે. અને જો તેમની ત્રણ માગ પૂરી નહીં થાય તો આખા રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. જો ત્રણ માગની વાત કરીએ તો રાજસ્થાનના પબ્લિક સર્વિસ કમિશનનો ભંગ કરવામાં આવે અને ફરી રચવામાં આવે. તે સિવાય વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તે સિવાય પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે. 


રાજેન્દ્ર ગુઢાનું સચિન પાયલોટને મળ્યું સમર્થન!

સચિન પાયલોટે પોતાની જ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. પાયલોટે એવું પણ કહ્યું કે તેમણે ગાંધીવાદી તરીકે ઉપવાસ અને જનસંઘર્ષ યાત્રા કરી છે પરંતુ આંદોલન સમગ્ર રાજ્યમાં કરાશે. સચિન પાયલોટના સમર્થનમાં અશોક ગેહલોત સરકારના અનેક મંત્રીઓ તેમજ ધારાસભ્યો આવ્યા છે. સમર્થનમાં આવેલા રાજેન્દ્ર ગુઢાએ પોતાની સરકાર પર જ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની સરકારમાં તો 40 ટકા જ ભ્રષ્ટાચાર હતો પરંતુ અમારી સરકાર તો તેનાથી પણ આગળ વધી ગઈ છે. અમારી સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સચિન પાયલોટ દ્વારા કરવામાં આવેલો વિરોધ વિધાનસભા ચૂંટણીમાં કેટલી અસર કરશે કારણ કે આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.      




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?