સચિન પાયલટે ફરી CM ગેહલોત પર કર્યા પ્રહાર, ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ નહીં


  • Published By :
  • Published Date : 2023-04-23 18:53:12

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે ફરી એક વખત CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેમણે અશોક ગેહલોત ખુલ્લેઆમ આકરા પ્રહારો પ્રહારો કર્યા છે. પાયલોટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. 


ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું


સચિન પાયલટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ અશોક ગેહલોત સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. સચિન પાયલોટે કહ્યું કે અમે વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ માટે જનતા પાસેથી વોટ માંગ્યા હતા, તલાટી પરના દરોડાની તપાસની માંગ માટે વોટ નથી માંગ્યા. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીના લોકોને તે ભ્રમ ફેલાવવા દેવાની તક ન આપવી જોઈએ કે અહીં કોઈ પ્રકારની સાંઠગાંઠ છે. ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું હોય છે અને લોકોમાં એવી ધારણા ન હોવી જોઈએ કે તેમની વચ્ચે મિલીભગત છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..