રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ મચી છે, કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતા મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે સચિન પાયલટે તેમની જ પાર્ટીની સરકાર સામે બાયો ચઢાવી છે. આજે રવિવારે 9 એપ્રિલના દિવસે તેમણે મીડિયા સમક્ષ મુખ્યમંત્રી અશોક ગહલોત પર રોષ વ્યક્ત કરી સવાલોનો મારો ચલાવ્યો હતો.
#WATCH | Rajasthan: On April 11, I will do a one-day hunger strike to mark my words that action should be taken against corruption in the state so that the public does not feel that we are not doing any work or we have not fulfilled any of our promises: Sachin Pilot, Congress MLA pic.twitter.com/SNmwTDLdJq
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 9, 2023
ગહલોત સરકાર સામે ઉપવાસ પર ઉતરશે
#WATCH | Rajasthan: On April 11, I will do a one-day hunger strike to mark my words that action should be taken against corruption in the state so that the public does not feel that we are not doing any work or we have not fulfilled any of our promises: Sachin Pilot, Congress MLA pic.twitter.com/SNmwTDLdJq
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 9, 2023રાજસ્થાનમાં અગાઉની વસુંધરા રાજેની સરકારના ભ્રષ્ટાચારને લઈ ગહલોત સરકારે કોઈ કાર્યવાહી ન કરી તેના વિરોધમાં 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ શહીદ સ્મારક પર એક દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે કહ્યું કે અમે અનેક વખત પત્ર લખી વસુંધરા સરકારમાં ભ્રષ્ટાચાર પર કોઈ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી પણ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
CM ગહલોત સામે શું આરોપ લગાવ્યા?
કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પોતાની જ પાર્ટીની સરકારને કઠેડામાં મૂકી દીધી છે. તેમણે કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે અશોક ગેહલોત જી, મેં અને અન્ય નેતાઓએ જનતાને વચન આપ્યું હતું કે તેઓ વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લઈશું. કમનસીબી છે કે સત્તામાં આવ્યાના સાડા 4 વર્ષ પછી પણ અગાઉની સરકારે આચરેલા ભ્રષ્ટાચાર સામે ગેહલોતે કોઈ કાર્યવાહી કરી નથી. પાયલોટે કહ્યું કે અમારી કરણી અને કથનીમાં કોઈ ફરક ન હોવો જોઈએ. જો શબ્દો અને કાર્યોમાં ફરક હોય તો જનતાને લાગશે કે ઉપરના સ્તરે કોઈ સાઠગાંઠ છે.