ટીચીંગ સ્ટાફના અભાવે અમદાવાદની આ કોલેજે બોર્ડ લગાવી કર્યું સૂચન "બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમિશન લઇ લો"


  • Published By :
  • Published Date : 2023-07-07 15:57:11

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે કથળી રહ્યું છે, સમૃધ્ધ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ ઉચ્ચ શિક્ષણની હાલત પણ સારી નથી. ગુણવત્તાસભર શિક્ષણની ગુલબાંગો ફેંકતી રાજ્ય સરકાર ગ્રાન્ટેડ શાળા અને કોલેજોને પુરતી ગ્રાન્ટ પણ મળતી નથી. આજ કારણે અમદાવાદ શહેર ઉપરાંત અન્ય શહેરોની કોલેજોમાં પૂરતો નોન ટીચિગ સ્ટાફ તથા પ્રોફેસર પણ નથી અને કોલેજ પાસે ગ્રાન્ટ નો અભાવ હોવાથી મૂળભુત જરૂરીયાતો પણ પુરી શકતી નથી.


સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે લગાવ્યું બોર્ડ


અમદાવાદના સાબરમતી વિસ્તાર આવેલી સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્ટાફની અછતના કારણે એડમિશનમાંથી પીછેહઠ કરી છે. કોલેજે સરકાર અને યુનિવર્સિટી પાસે સ્ટાફની અવારનવાર માંગણી કરી છે પરંતુ, સ્ટાફની અછત પૂરવામાં આવતી નથી. કોલેજ પાસે અત્યારે નોન ટીચિંગમાં ક્લાર્ક અને પટાવાળા જ છે. બે વ્યક્તિઓ દ્વારા કોલેજ કેવી રીતે ચલાવી શકાય. આ ઉપરાંત અમારા કોલેજના પ્રિન્સિપલ પણ નથી. આ જ કારણે મજબૂર થઈ કોલેજના દરવાજા પર બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેના પર લખ્યું છે કે "બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમીશન લઇ લો".

Image

વિદ્યાર્થીઓને ભણાવનાર કોઈ નથી


સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા સ્ટાફની ઘટ અને જર્જરીત કોલેજ ને લઈને PM પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે. PMOથી ચીફ સેક્રેટરી ને આ મામલે કાર્યવાહી કરવા જણાવાયું છે તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી. જો કે તેમ છતાં કોલેજ દ્વારા સ્ટાફ વગરની જર્જરિત કોલેજમાં યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ 150 થી વધુ વિદ્યાર્થીઓનેએડમિશન ફાળવવામાં આવ્યા છે. ગ્રાન્ટ-ઇન કોલેજ હોવાથી કોલેજ વધુ ફી પણ લઈ શકતી નથી, પ્રોફેસરના અભાવે એક જ ક્લાસમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.


કોલેજ બંધ કરવાની અરજી પેન્ડિંગ


સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની કથળતી આર્થિક સ્થિતિ બાદ મેનેજમેન્ટ કોલેજ બંધ કરવાની અરજી કરી છે. મેનેજમેન્ટ સામેથી આ અરજી સરકાર સમક્ષ કરી છે. આ કોલેજોની આર્થિક સ્થિતિ કથળી છે. માંડ 40-50 હજારની ગ્રાંટની સામે લાખોનો ખર્ચ થતા 50 વર્ષથી પણ જુની કોલેજોએ બંધ કરવા અરજી કરી છે. સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ડિરેક્ટર અમિત ઊપાધ્યાએ જણાવ્યું કે કોલેજ પાસે 8 વર્ષથી ક્લેરિકલ અને સ્વીપરનો નિયમિત સ્ટાફ નથી. ઓફિસમાં ઓનલાઇન તેમજ અંગ્રેજીમાં કામ કરી શકે તેવો કોઈ સ્ટાફ નથી. 6-7 માણસો ઓફિસમાં નથી, પટાવાળા નથી, સ્વીપર નથી અને વોચમેન પણ નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?