કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા દાદા દાદી લગ્નગ્રંથીથી જોડાયા


  • Published By :
  • Published Date : 2023-12-18 18:06:47

આજના આધુનિક સમાજમાં અનેક યુગલો લગ્ન કર્યા વગર જ એક સાથે પતિ-પત્નીની જેમ રહે છે, શહેરોમાં તે લિવ-ઈન રિલેશનશિપ કહેવામાં આવે છે. જો કે આ ટ્રેન્ડ શહેરોમાં જ છે તેવું નથી ગુજરાતના ગામડામાં પણ ઘણા લોકો આ રીતે એક સાથે રહી સહજીવન વ્યતીત કરે છે. તાજેતરમાં થયેલા એક ડોશા-ડોશીના લગ્નએ સાબરકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. આ લગ્નમાં આખા ગામની સાથો-સાથ એ વૃદ્ધ અને વૃદ્ધાની ત્રણ પેઢીઓ પણ ડીજેના તાલે મનમુકીને નાચી હતી. 


લિવ-ઈન રિલેશનશિપનો સંબંધ લગ્નમાં પરિણમ્યો


સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા એક નાનકડા ગામ એવા નવાગામમાં ગતરોજ એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 75 વર્ષના વર અને 73 વર્ષની કન્યા લગ્નગ્રંથિથી જોડાયા હતા. એટલું જ નહીં તેમના આ લગ્નમાં તેમના દીકરા-દીકરી તો ખરા પણ પૌત્ર અને પૌત્રીઓ પણ તેમની જાનમાં જોડાયા હતા. 75 વર્ષીય નગજીભાઈ મંગળાજી રોજડ અને તેમની 73 વર્ષની પત્ની વેચાતી બહેન અત્યાર સુધી લીવ ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા. પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ. ત્યારે અત્યાર સુધી લીવ ઇન રિલેશનમાં રહેલા આ દંપતીએ જીવનની ઢળતી ઉંમરે લગ્ન કરી સમાજના રીતી રિવાજોને જીવંત રાખ્યા હતા. અને જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગનમાં આખું ગામ ઉમટ્યુ હતું....ઢોલ નગારા સાથે  મંગળ ગીતો ગવાયા હતા. અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના આ લગનને વધાવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આટલી ઉંમરે લગ્ન કરવા એ કોઈ નવાઈની વાત નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?