Sabarkantha પોલીસ વિવાદમાં આવી છે, Vijaynagar પોલીસે તોડકાંડ કર્યાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-07 17:07:18

પોલીસની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે પોલીસે રાજસ્થાનથી ગુજરાત દારૂ મંગાવ્યો અને પછી કેશ કરી દીધો અને રૂપિયા પડાવ્યા. 

દારૂબંધી માત્ર કાગળ પર જ છે પૂરવાર થયું! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ જ દારૂ રાજસ્થાનથી મંગાવે છે અને પછી ગુજરાતમાં તે દારૂને વેચી નાખે છે. જોકે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેની પુષ્ટિ જમાવટ નથી કરતું. પરંતુ  આ વીડિયો જોઈને એવું લાગે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે ફરીથી એક વખત સાબિત થયું છે. આ વાયરલ વીડિયોના કારણે સાબરકાંઠા પોલીસ વિવાદમાં આવી છે. 


પોલીસે દારૂ મંગાવ્યો, વેચી કમાણી કરી! 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો, અનેક એવા લોકો આપણને મળી આવે છે જે દારૂના નશામાં હોય છે. દારૂબંધી કાયદાનો અમલ ન થવા બદલ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. ત્યારે ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિજયનગર પોલીસે દારૂ તો મંગાવ્યો સાથે સાથે દારૂ પહોંચાડનાર ડ્રાઈવર સામે કેસ કર્યો અને બે લાખ રૂપિયા પણ પડાવ્યાનો રાજસ્થાનના એક ગામના સરપંચે આરોપ લગાવ્યો છે. સાથે કહ્યું કે વિજયનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓએ 31 પેટી દારૂ મંગાવ્યો અને ફક્ત પાંચ પેટી દારૂ ઝડપાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 


વિજયનગર પોલીસ પર સરપંચે લગાવ્યો આરોપ!

રાજસ્થાનના સરપંચે વિડીયો વાયરલ કરીને કહ્યું વિજયનગર પોલીસે દારુ મંગાવી પૈસા પડાવ્યા છે. કાલવણ ચેક પોસ્ટ પર દારુ આપવા ગયેલા ડ્રાઇવર સામે કેસ કર્યો. ૩૧ પેટીમાંથી માત્ર ૫ પેટી દારુ પકડાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઇ છે. આ વાયરલ વીડિયોમાં જે દેખાઈ રહ્યા છે તે રાજસ્થાનનાં ખેરવાડા તાલુકાના કાનપુર ગામના પૂર્વ સરપંચ બક્ષિરામ ડોડા છે આ વીડિયો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના વિવિધ સોશ્યલ મીડિયા ગ્રુપ માં વાયરલ થતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. હવે સાચું કોણ અને ખોટું તેની તપાસ જરૂરી છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?