પાર્સલમાં સામાન્ય રીતે આપણે ઓર્ડર કરેલો સામાન આવતો હોય છે પરંતુ સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની તબિયત ખરાબ હોવાની સામે આવી છે.... આ બ્લાસ્ટમાં 11 વર્ષની દીકરીનું અને 30 વર્ષના યુવકનું મોત થયું છે..
પાર્સલ ખોલતાની સાથે જ થયો બ્લાસ્ટ
ઓનલાઈન આપણે અનેક વસ્તુઓ મંગાવતા હોઈએ છીએ... પાસર્લ જ્યારે ઘરે આવે ત્યારે આપણે ખોલતા હોઈએ છીએ એમ માનીને કે આપણે જે વસ્તુ મંગાવી છે તે હશે.. પરંતુ આપણે મંગાવેલી વસ્તુમાંથી બ્લાસ્ટ થાય તો..! આ વસ્તુ વિચારીને જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય.. ત્યારે આવો કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઓનલાઇન ઇલેક્ટ્રીક વસ્તુ તેમણે મંગાવી હતી અને તેમનું પાર્સલ માની તેમણે ખોલ્યું હતું.
બે લોકોના થયા મોત...
આ પાર્સલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.. આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. પિતા અને પુત્રીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..