મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. થોડા સમય પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ઘીના ભાવમાં વધારો નોંધાયો છે. સાબર ડેરીએ ઘીની કિંમતમાં વધારો કર્યો છે. સાબર ડેરીએ પ્રતિ કીલોએ 35 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેને કારણે 15 કિલો ઘીના ડબ્બામાં 525 રુપિયાનો તોતિંગ ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.
પ્રતિકિલોએ કરાયો 35 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર સામાન્ય માણસને સહન કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ તો વધે છે પરંતુ જીવનજરૂરીયાતની ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. સાબરકાંઠાની સાબરડેરીએ પ્રતિકિલો ઘીના ભાવમાં પ્રતિકિલોએ 35 રૂપિયાનો વધારો કરાયો છે. જેને કારણે મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસની સ્થિતિ કફોળી બની છે. આ અગાઉ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો હતો. મોંઘવારીને કારણે મધ્યમવર્ગની કમર તૂટી રહી છે.