કેન્દ્ર સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દીધી છે. અત્યાર સુધી વિદેશ મંત્રી એસ જયશંકરને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા મળશે. સૂત્રોએ માહિતી આપી છે કે ગૃહ મંત્રાલયે CRPFને જયશંકરની સુરક્ષાનો હવાલો લેવાનો હુકમ કર્યો છે. આ પહેલા દિલ્હી પોલીસ તેમને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી રહી હતી.
विदेश मंत्री डॉ. एस जयशंकर की सुरक्षा को बढ़ाकर 'Z' श्रेणी कर दिया गया है: सूत्र
(फाइल तस्वीर) pic.twitter.com/y372bg7Ws5
— ANI_HindiNews (@AHindinews) October 12, 2023
Z કેટેગરીની સુરક્ષા શું છે?
विदेश मंत्री डॉ. एस जयशंकर की सुरक्षा को बढ़ाकर 'Z' श्रेणी कर दिया गया है: सूत्र
(फाइल तस्वीर) pic.twitter.com/y372bg7Ws5
સૂત્રોએ જણાવ્યું હતું કે હવે એસ.જયશંકરને CRPF Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડશે અને આ અંતર્ગત લગભગ 14-15 સશસ્ત્ર કમાન્ડો 24 કલાકની શિફ્ટમાં તેમની સાથે રહેશે. CRPF હાલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 176 લોકોને VIP સુરક્ષા પૂરી પાડે છે.