યુરોપિયન યુનિયન (EU) છેલ્લા એક વર્ષથી રશિયાના ક્રુડના વ્યાપાર પર નિયંત્રણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે હવે તેમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે ભારત પર નિશાન સાધ્યું છે. યુરોપિયન યુનિયનના વિદેશ નિતી બાબતોના સર્વોચ્ચ પ્રતિનિધી જોસેફ બોરેલે રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી કરવાની માગ કરી છે. જો કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમને જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે.
He shut the rule-book like भुवन told the अंग्रेज क्रिकेट is like गुल्ली-डंडा & we can play equally good pic.twitter.com/10nae7IPny
— iMac_too (@iMac_too) May 17, 2023
એસ. જયશંકરે આપ્યો આ જવાબ
He shut the rule-book like भुवन told the अंग्रेज क्रिकेट is like गुल्ली-डंडा & we can play equally good pic.twitter.com/10nae7IPny
— iMac_too (@iMac_too) May 17, 2023રશિયન ક્રૂડ અંગે બોરેલે કહ્યું કે યુરોપિયન યુનિયનને ખબર છે કે ભારતીય રિફાઈનરી મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહી છે, પછી તેને પ્રોસેસ કરીને યુરોપમાં વેચી રહી છે. આ અંગે યુરોપિયન યુનિયને મોટું પગલું ભરવાની જરૂર છે, ત્યાર બાદ જયશંકરે બોરેલને ઈયુ કાઉન્સિલના નિયમ 833/2014ની ભારપૂર્વક યાદ અપાવી. આ નિયમ હેઠળ તે બાબત સ્પષ્ટ છે કે રશિયા આવનારુ ક્રુડ ઓઈલને કોઈ ત્રીજા દેશમાં પ્રોસેસ થઈ પસાર થાય તો તેને રશિયન ક્રુડ સમજવામાં આવતું નથી. જયશંકરે બોરેલ સાથે મુલાકાત પહેલા આ નિવેદન આપ્યું છે અને તેમના આ નિવેદનની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.