POKમાં BRI પ્રોજેક્ટ નામંજૂર, બિલાવલ ભુટ્ટોની સામે જયશંકરે ચીન પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-02 17:49:22

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની એક મીટિંગમાં ચીન પર આકરા પ્રહાર કર્યા હતા. આ મીટિંગ ચીન દ્વારા આયોજીત કરવામાં આવી હતી.  જયશંકરે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર  (CPEC)ને લઈને ચીનની ટીકા કરી હતા. આ કાર્યક્રમમાં ચીનના પ્રધાનમંત્રી લી કેકિયાંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટને ભારત અને અન્ય દેશોની અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.


PoKમાંથી પસાર થાય છે CPEC પ્રોજેક્ટ્સ


ભારત હંમેશા CPEC હેઠળના પ્રોજેક્ટ્સ પ્રત્યે સંવેદનશીલ રહ્યું છે. આ એવા પ્રોજેક્ટ છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારત આ વિસ્તારો પર પોતાનો અધિકાર દર્શાવે છે. CPECની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. તેનો હેતુ પાકિસ્તાનમાં રોડ, રોડ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો હતો. આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. CPEC એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેના પર ચીન ખૂબ જ મહેનત કરી રહ્યું છે. ભારતે હંમેશા તેનો વિરોધ કર્યો છે.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.