ચીનને લઈને સરકારની નીતિને લઈને વિપક્ષના સવાલ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે "અમે ચીનથી ડરતા નથી. તેમણે કહ્યું કે જો અમને ડર હોત તો અમે સરહદ પર સેના તૈનાત ન કરી હોત." વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના સવાલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસે ઈમાનદારીથી જોવું જોઈએ કે 1962માં શું થયું હતું.? લદ્દાખમાં પેંગોંગ નજીકનો વિસ્તાર 1962થી ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે. એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટર્વ્યુમાં એસ જયશંકરે ચીન, પાકિસ્તાન, બીબીસીની ડોક્યુમેન્ટરી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
#WATCH | “If he has superior knowledge, wisdom, I am always willing to listen,” says EAM Dr S Jaishankar to ANI on Rahul Gandhi’s statement that EAM doesn’t know much about foreign policy matters & needs to learn more pic.twitter.com/4lHpXQMTON
— ANI (@ANI) February 21, 2023
રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
#WATCH | “If he has superior knowledge, wisdom, I am always willing to listen,” says EAM Dr S Jaishankar to ANI on Rahul Gandhi’s statement that EAM doesn’t know much about foreign policy matters & needs to learn more pic.twitter.com/4lHpXQMTON
— ANI (@ANI) February 21, 2023એસ જયશંકરે કહ્યું કે હું કહેવા માંગુ છું કે ચીને 1962માં અમારી જમીનના એક ટુકડા પર કબજો જમાવ્યો હતો. હવે વિપક્ષ 2023માં મોદી સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે 1962માં ચીને જે જમીન પર કબજો કર્યો હતો તેના પર ચીન પુલ બનાવી રહ્યું છે. એસ જયશંકરે કહ્યું કે હું લાંબા સમયથી ચીનનો રાજદૂત હતો અને સરહદી મુદ્દાઓ પર કામ કરતો હતો. રાહુલ ગાંધીનું નિવેદન જેમાં તેમણે કહ્યું કે એસ જયશંકરને વિદેશ નીતિ વિશે વધારે ખબર નથી. એસ જયશંકરે કહ્યું કે હું એમ નહીં કહું કે મારી પાસે સૌથી વધુ જાણકારી છે પરંતુ એટલું કહીશ કે હું ચીન વિશે ઘણું જાણું છું. જો તેઓ (રાહુલ ગાંધી)ને ચીન વિશે જાણકારી હોય તો હું તેમની પાસેથી પણ શીખવા તૈયાર છું. એસ જયશંકરે કહ્યું કે દરેક કહે છે કે આપણે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ, તો કોંગ્રેસે કેમ ન કર્યું. મેં બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ જોયું, મોદી સરકારમાં બજેટમાં 5 ગણો વધારો થયો છે. 2014 સુધી તે 3-4 હજાર કરોડ હતો અને આજે 14 હજાર કરોડ છે. અમારી સરકાર આ બાબતે ગંભીર છે.
ચીને કરારો તોડ્યા
રશિયા અને યુક્રેન યુદ્ધે આપણા સંબંધો પર અસર કરી નથી. ચીન સિવાય તમામ મોટી શક્તિઓ સાથે આપણા સારા સંબંધો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથે અમારા સંબંધો સારા નથી કારણ કે તેણે ઘણા કરારો તોડ્યા છે. આજે આપણું વૈશ્વિક સ્તર ઘણું ઊંચું છે. આજે આપણે આપણી વિચારસરણી, અભિયાન અને વિદેશ નીતિને લાગુ કરવા માટેની વ્યૂહરચના વિશે પહેલા કરતાં વધુ સ્પષ્ટ છીએ અને તે હોવું જ જોઈએ.
પાકિસ્તાનની સ્થિતી માટે તે જવાબદાર
પાકિસ્તાનની ખરાબ આર્થિક હાલત અંગે વિદેશમંત્રીને પૂછવામાં આવ્યું કે તેનાથી ભારત પર શું અસર થઈ શકે છે? તેમણે જવાબ આપ્યો કે, પાકિસ્તાનનું ભવિષ્ય તેના પોતાના દ્વારા લેવાયેલાં પગલાંઓ નક્કી કરશે. અચાનક કોઈ આવી સ્થિતિમાં પહોંચતું નથી. આ વિશે જાણવું પાકિસ્તાનનું કામ છે. અત્યારે પાકિસ્તાન સાથેના અમારા સંબંધો એવા છે કે તેની સાથે શું થઈ રહ્યું છે તેનાથી અમને કોઈ લેવાદેવા નથી.