રશિયાની સ્કૂલમાં ગોળીબારઃ 7 બાળકો સહિત 13 લોકોના મોત, હુમલાખોરે પોતાને પણ મારી ગોળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:21:53

રશિયાના ઇઝેવસ્કમાં એક સ્કૂલમાં ગોળીબાર થયો છે. બંદૂકધારી શાળામાં ઘૂસી ગયો અને ગોળીબાર કર્યો. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. ઘટના બાદ તે વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી.

પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી 

Image

રશિયામાં એક સ્કૂલમાં જોરદાર ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 7 બાળકો પણ સામેલ છે. રશિયાના ગૃહમંત્રીએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.


આ ઘટના ઇઝેવસ્ક વિસ્તારની એક શાળામાં બની હતી. મળતી માહિતી મુજબ, એક અજાણ્યો બંદૂકધારી સ્કૂલમાં ઘૂસ્યો અને અચાનક ગોળીબાર કર્યો. બંદૂકધારીએ સુરક્ષા ગાર્ડની પણ હત્યા કરી હતી. ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ બંદૂકધારીએ પોતાની જાતને ગોળી મારીને હત્યા કરી હતી. 


મૃતકોમાં 7 બાળકો, 2 શિક્ષકોનો સમાવેશ થાય છે

રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે હુમલાખોરે આત્મહત્યા કરતા પહેલા 13 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં પાંચ 7, બે શિક્ષકો અને બે સુરક્ષા ગાર્ડનો પણ સમાવેશ થાય છે.

Image


પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે

ફાયરિંગની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગુનો કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. તેમજ હુમલાખોરની ઓળખ પણ થઈ શકી નથી.


શાળામાં ગોળીબાર કિસ્સાઓ સામે આવ્યા હતા

છેલ્લા કેટલાક વર્ષોમાં, રશિયાની શાળાઓમાં ગોળીબારના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં કાઝાનની એક શાળામાં એક કિશોરે સાત બાળકો સહિત નવ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ વર્ષે એપ્રિલમાં કિન્ડરગાર્ટનમાં ઘૂસીને બંદૂકધારી દ્વારા બે બાળકો અને એક શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?