પુતિન પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, રશિયાનો યુક્રેન પર હત્યાનો આરોપ, બદલાની આપી ધમકી


  • Published By :
  • Published Date : 2023-05-03 19:44:41

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટીનની હત્યાનું ષડયંત્ર રચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રશિયાએ આ દાવો કરતા કહ્યું કે યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. રશિયાએ આને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે, અને જવાબ આપવાના તેના અધિકાર હેઠળ વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 


રશિયાએ શું કહ્યું?


રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે બે માનવરહિત વ્હીકલ (ડ્રોન) રશિયા તરફ મોકલવામાં આવ્યા હતા. તેમનું નિશાન રાષ્ટ્રપતિ પુતિનનું નિવાસસ્થાન હતું. જો કે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. અમે આને આયોજિત આતંકવાદી કૃત્ય ગણીએ છીએ. તે રશિયન ફેડરેશનના પ્રમુખનો જીવ લેવાનો પ્રયાસ હતો. આ હુમલામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી.


વળતી કાર્યવાહીની આપી ધમકી


રશિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિને તેમના કામનું શેડ્યૂલમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે હંમેશની જેમ ચાલુ જ રહેશે. અમે બદલો લેવાના અધિકાર હેઠળ કાર્યવાહી કરીશું. વર્તમાન પરિસ્થિતિને જોતા આ જ સાચું છે. આ મામલે યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


મોસ્કો સુધી કઈ રીતે પહોંચ્યું ડ્રોન?


રશિયા માટે સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે મોસ્કોથી યુક્રેનની સરહદથી લગભગ 600 કિમી દુર છે. મોસ્કો સુધી પહોંચતા ડ્રોનને માત્ર થોડી મિનિટનો જ સમય લાગ્યો છે. યુક્રેનને આ ડ્રોન કેનેડાએ પુરા પાડ્યા છે, તેમાં 17 કિલોગ્રામ M112 વિસ્ફોટક લગાવવામાં આગ્યા હતા. આ સ્થિતીમાં મોસ્કોની અંદર સુધી ડ્રોનની ઘુસણખોરીને મુશ્કેલ માની શકાય નહીં.  યુક્રેનના ડ્રોન હુમલાથી ક્રેમલિનને કેટલું નુકસાન થયું છે તે અંગે સ્પષ્ટ જાણકારી મળી શકી નથી.


શું છે સમગ્ર મામલો?


પુતિનની હત્યાના કાવતરાના ભાગરૂપે, રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુક્રેન પર આનો આરોપ છે. પુતિનને કોઈ નુકસાન થયું નથી તે રાહતની વાત છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગત રાત્રે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ક્રેમલિનનું કહેવું છે કે 9 મેના રોજ વિજય દિવસની પરેડ પહેલા હુમલાનું આયોજન કરવામાં આવ્યું છે. હુમલા છતાં, 9 મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડ નિર્ધારિત સમયે યોજાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?