અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી, ભારતે રશિયા પાસેથી રેકોર્ડ બ્રેક ક્રૂડ ઓઈલ ખરીદ્યું, જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-01-15 16:26:30

રશિયા પર અમેરિકા અને યુરોપના દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જો કે તેમ છતાં ભારતે jરશિયન ક્રુડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.  ભારતે ડિસેમ્બર 2022થી રશિયાથી ક્રુડની આયાત વધાને 10 લાખ બેરલ પ્રતિ દિવસની કરી દીધી છે. વોર્ટિક્સાએ જાહેર કરેલા રિપોર્ટ પરથી આ જાણકારી બહાર આવી છે. આ રીતે ભારત સતત ત્રણ મહિનાથી રશિયાનો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ રહ્યો છે. રશિયાએ ડિસેમ્બર મહિનામાં ભારતને દરરોજ 11.9 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી છે. જે એક સમયે માત્ર 0.2 ટકા જેટલી જ હતી. 


છેલ્લો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો


આ પહેલા નવેમ્બરમાં રશિયાથી ભારતમાં આયાત 9,09,403 બેરલ પ્રતિ દિવસ હતી, ઓક્ટોબર 2022માં તે  9,35,556 બેરલ પ્રતિ દિનસ હતી. રશિયાથી સૌથી વધુ ક્રૂડ ઓઈલની આયાતનો છેલ્લો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો. તે સમયે ભારતે રશિયા પાસેથી દરરોજ 9,42,694 બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. 


ક્રૂડની આયાત 25 ટકા વધી


રશિયા ઓક્ટોબર 2022માં પહેલી વખત પરંપરાગત વિક્રેતાઓને પાછળ રાખીને  ભારતનો અગ્રણી ક્રૂડ ઓઈલનો આયાતકાર  દેશ બન્યો હતો. ભારતમાં રશિયન ક્રૂડની આયાત 25 ટકા વધી ગઈ છે. સંયુક્ત આરબ અમિરાત ડિસેમ્બર 2022માં 3,23,811 બેરલ પ્રતિ દિવસ સાથે ભારતનો ચોથો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે.


ભારતને મળી રહ્યું છે ઘણુ સસ્તુ ક્રૂડ


યુરોપિયન યુનિયન અને રશિયા વચ્ચે સમુદ્રના માર્ગે ક્રૂડ ઓઈલના ભાવ નિર્ધારણની સંમતી બન્યા બાદ રશિયા ભારતનું સોથી મોટું તેલ આયાતકાર બન્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રશિયાના ક્રૂડ ઓઈલ માટે 60 ડોલર પ્રતિ બેરલની સહેમતી બની છે. હાલ ભારતને રશિયા પાસે સૌથી સસ્તું તેલ મળી રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?