રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, 16 લોકોના મોત અનેક ઘાયલ, કીવે કહ્યું વળતો જવાબ આપશે


  • Published By :
  • Published Date : 2023-09-06 20:52:19

રશિયાએ આજે બુધવારે પૂર્વી યુક્રેનના કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 16 લોકોના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે આ માહિતી આપી છે. પોડોલ્યાક તરફથી એ જણાવવામાં આવ્યું નથી કે હુમલો કેવી રીતે કરવામાં આવ્યો. જો કે, સ્થાનિક મીડિયાએ રિપોર્ટ આપ્યો છે કે રશિયાએ મિસાઇલ વડે કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો છે.


અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો 


યુક્રેનનું કોસ્ટિયાનટિનિવ્કા શહેર યુદ્ધના મેદાનની ખૂબ નજીક છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં 16 લોકો માર્યા ગયા છે. જીવ ગુમાવનારાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન હુમલાના કારણે શહેરમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારથી રશિયા સતત મિસાઈલ દ્વારા યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યું છે. જો કે આ હુમલો અત્યાર સુધીનો સૌથી ખતરનાક મનાય છે.


S-300 મિસાઇલથી હુમલો


રશિયાએ S-300 મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલો કોસ્ટિયાનટિનિવ્કા શહેરના મધ્યમાં કરવામાં આવ્યો હતો. કોસ્ટિયાનટિનિવ્કા શહેરમાં જ્યાં હુમલો થયો તે માર્કેટ એક શોપિંગ સેન્ટરની નજીક છે. કોસ્ટિયાનટિનિક્કા શહેર ફ્રન્ટલાઈનની નજીક છે અને ત્યાં હંમેશા સૈનિકોની અવરજવર રહે છે. S-300 મિસાઈલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલની રેન્જ 350 કિમી છે. આ મિસાઈલ લગભગ 7500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ પર પ્રહાર કરે છે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?