રશિયા બ્રિટન પર વિફર્યું, "બ્રિટન 16 કરોડ ભારતીયોનું હત્યારૂ, ભારતને લૂંટીને બન્યું અમીર"


  • Published By :
  • Published Date : 2023-01-17 16:09:22

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ જેમ-જેમ લંબાઈ રહ્યું છે તેમ રશિયા પશ્ચિમના દેશો સામે આકરૂ વલણ અપનાવી રહ્યું છે. ભારત રશિયાનું સમર્થક હોવાથી આજે રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર નિશાન સાધીને જોરદાર આરોપ લગાવ્યા છે. રશિયાએ બ્રિટનને 16 કરોડ ભારતીયોનું હત્યારૂ ગણાવ્યું છે. બ્રિટને ભારતને ગુલામ બનાવ્યા બાદ 1880થી 1920 સુધી 10 કરોડથી વધુ ભારતીયોને જબરદસ્ત પિડા ભોગવવી પડી હતી.


ભારતીયોની સંપત્તીની લૂંટ ચલાવી


રિપબ્લિકન વર્લ્ડની રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયે બ્રિટનની સામે આરોપ લગાવવા માટે જાણીતા ઈકોનોમિક એન્થ્રોપોલોજિસ્ટ જેસન હિકેલ અને ડાયલન સુલિવનના સંસોધનોને ટાંક્યા છે. રશિયાએ બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લગાવવાની સાથે-સાથે તત્કાલિન બ્રિટિશ પીએમ વિંસ્ટન ચર્ચિંલની ભારત વિરોધી નિતીઓની પણ ઝાટકણી કાઢી હતી. બ્રિટને 1880થી 1920 દરમિયાન ભારતને લૂંટીને અબજો ડોલરની સંપત્તીની લૂંટ ચલાવી હતી.


બ્રિટનના કારણે લાખો લોકો મર્યા 


રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર આરોપ લગાવતા કહ્યું કે ભારતમાં 1880ના દાયકામાં મૃત્યુ દર પ્રતિ એક હજારે 37.2 જેટલી હતી જે 1910માં વધીને 44.2 થઈ હતી. તે જ પ્રકારે ભારતમાં 1880ના દાયકામાં સરેરાશ આયુષ્ય દર પણ 26.7 વર્ષથી ઘટીને 21.9 વર્ષ જેટલી થઈ ગઈ છે.


લાખો લોકોના ભૂખમરાથી મોત


રશિયાએ કહ્યું કે બીજા વિશ્વ યુધ્ધ વખતે 1943માં તત્કાલિન પીએમ વિંસ્ટન ચર્ચિલના નિર્ણયના કારણે માત્ર બંગાળમાં જ લાખો લોકોના મોત નિપજ્યા હતા. ચર્ચિલે તમામ અનાજ બ્રિટન મોકલવાનો નિર્ણય કરતા લાખો બંગાળીઓના ભૂખમરાથી મૃત્યુ થ યા હતા. ચર્ચિલ ભારતીયોને નફરત કરતા હતા અને તેમણે ભારતના લોકો વિશે કહ્યું હતું કે મને ભારતીયોથી નફરત છે, તે પશુઓ જેવા છે, અને તેમનો ધર્મ પણ પાશવિક છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?