દુનિયાના અનેક ભાગો એવા છે જ્યાં આતંકી હુમલાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ભારતમાં પણ અનેક વખત આતંકી હુમલાઓ થયા છે જેમાં અનેક વીર જવાનો શહીદ થયા છે ઉપરાંત અનેક નાગરિકો પણ મોતને ભેટ્યા છે.. રશિયાના ઉત્તર કોરેશસ ક્ષેત્રમાં આતંકી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.
ધર્મસ્થળ પર કરવામાં આવી ગોળીબારી!
રશિયામાં અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત થયા છે.. રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અત્યાધુનિક હથિયારો દ્વારા ગોળીબારી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ દાગિસ્તાનમાં બની છે અને આ ઘટનામાં 15 જેટલા પોલીસ કર્મીઓ તેમજ અનેક નાગરિકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો તેમજ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સાથે સાથે એવી પણ માહિતી સામે આવી છે કે 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.
અનેક લોકો આતંકી હુમલામાં મોતને ભેટ્યા
રવિવારે એટલે કે 23 જૂને રશિયાના દાગિસ્તાનમાં આતંકવાદી હુમલો થયા હોવાનો બનાવ સામે આવ્યો. આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો તેમજ પોલીસ કર્મીઓ મોતને ભેટ્યા.. મહત્વનું છે કે હુમલા બાદ અધિકારીક રીતે ત્યાંથી નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોએ એક સિનાગોગા અને ચર્ચ પર ઓટોમેટિક હથિયારો વડે ગોળીબારી કરી છે.
આંતકવાદી સંગઠન દ્વારા નથી લેવામાં આવી હુમલાની જવાબદારી!
અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હુમલા બાદ હુમલાખોરો કારમાં ભાગતા દેખાયા હતા. આતંકવાદીઓએ અન્ય યહૂદી ધર્મસ્થળ પર પણ ગોળીબાર કર્યો હતો. સારી વાત એ હતી કે તે સમયે ત્યાં કોઈ નહોતું. રશિયાના મીડિયા રિપોર્ટ અનુસાર એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના આતંકીઓ હતા. હાલ કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.