Russia Plane Crash: રશિયન મિલિટરી વિમાન ક્રેશ! 65 યુક્રેનિયન કેદીઓ સહિત 74 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-01-24 22:48:26

રશિયાનું એક મિલિટરી વિમાન ક્રેશ (Russian military plane crashes) થયું છે. આ દુર્ઘટના પશ્ચિમ બેલ્ગોરોડમાં થઈ હતી. આ વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ સહિત કુલ 74 લોકો સવાર હતા. તે તમામના મોત થયા છે. રશિયન સમય અનુસાર સવારે 11 વાગ્યે આ અકસ્માત થયો હતો.


ક્રેશ થયા બાદ પ્લેનમાં લાગી હતી આગ 

આ રશિયન પ્લેન ઈલ્યુશિન ઇલ-76 (Ilyushin Il-76) હતું, તેની લંબાઈ 164 ફૂટ હતી. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ ઉપરાંત 6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટ્સ પણ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં 65 યુક્રેનિયન સૈનિકો સવાર હતા જેમને પહેલાથી જ કેદી બનાવી લેવામાં આવ્યા હતા. રશિયન સૈનિકોની મુક્તિના બદલામાં તેઓને મુક્ત કરવામાં આવનાર હતા. તેમની આપ-લે યુક્રેનની સરહદ પર થવાની હતી. CNNના રિપોર્ટ મુજબ, બેલ્ગોરોડના ગવર્નરે પ્લેન દુર્ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.જો કે હજુ સુધી રશિયન સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


કેદીઓની અદલાબદલી થવાની હતી


ઉલ્લેખનિય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં બંને દેશો વચ્ચે સૌથી મોટી કેદીઓની અદલાબદલી થઈ હતી. આ અદલાબદલી UAEના અધિકારીઓની મધ્યસ્થી બાદ થઈ હતી. આ સમયગાળા દરમિયાન રશિયાએ 230 યુક્રેનિયન નાગરિકોને મુક્ત કર્યા હતા, બદલામાં યુક્રેને 248 રશિયન કેદીઓને મુક્ત કર્યા હતા. બંને દેશો વચ્ચે કેદીઓની આ 48મી અદલાબદલી હતી. માર્યા ગયેલા સૈનિકોને પણ કેદીઓની અદલાબદલી હેઠળ યુક્રેન મોકલવાના હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?