રશિયાના યુક્રેન પર ફરી મિસાઇલ અને ડ્રોન હુમલા, 11 લોકોના મોત, અન્ચ 11 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-27 13:25:46

રશિયન સુરક્ષા દળોએ વહેલી સવારે મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા યુક્રેનના લગભગ એક ડઝન પ્રાંતોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તા એલેક્ઝાન્ડર ખોરુન્ઝીએ યુક્રેનિયન ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ પણ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ પહેલા જ અમેરિકા અને જર્મનીએ યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતી ટેન્ક આપવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ રશિયાએ નવા હુમલા કર્યા હતા.


કિવના મેયરે માહિતી આપી 


કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે નવા વર્ષની પૂર્વ સંધ્યા પછી રાજધાનીમાં આ પ્રકારનું પ્રથમ મૃત્યુ છે. તેમણે કહ્યું કે રશિયન હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. કિવ શહેર વહીવટીતંત્રના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે યુક્રેનિયન વાયુસેનાએ વિસ્તાર તરફ જતી 15 મિસાઇલોનો નાશ કર્યો હતો. યુક્રેનના ઝેપોરીઝિયા પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઊર્જા સુવિધા પર થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા.


યુક્રેનને ટેન્કની સપ્લાયને લઈને રશિયા ગુસ્સામાં


રશિયાએ યુક્રેનને નાટો દેશો દ્વારા ટેન્ક સપ્લાય કરવા પર સખત નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકામાં રશિયાના રાજદૂતે ચેતવણી આપી છે કે નાટો દેશોની ટેન્કો તેમના અન્ય હથિયારોની જેમ સરળતાથી નાશ પામશે. અમેરિકાએ યુક્રેનને એમ1 અબ્રામ્સ ટેન્ક, જર્મનીને લેપર્ડ ટેન્ક અને બ્રિટને ચેલેન્જર-2 ટેન્ક આપવાની જાહેરાત કરી છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?