ભારતને UNSCના સભ્ય બનવા રૂસ અને USનું સમર્થન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનવા માટે સમર્થન કર્યું હતું. ત્યાર બાદ હવે રશિયાએ પણ ભારતને UNSCના સ્થાયી સદસ્ય બનવા માટે સમર્થન દર્શાવ્યું છે.
ભારતને રૂસનું સમર્થન
રૂસના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, અમે આફ્રિકા એશિયા અને લેટિન અમેરિકા દેશના પ્રતિનિધિત્વના માધ્યમથી સુરક્ષા પરિષદને વધુ લોકતાંત્રિક બનાવવા માટે સંભાવનાઓ શોધી રહ્યા છીએ. ખાસ કરીને ભારત અને બ્રાઝિલને સ્થાયી સભ્યો તરીકે સુરક્ષા પરિષદમાં સ્થાન આપવું જોઈએ.
જો બાઈડને પણ પેહલા સમર્થન આપ્યો હતો
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું હતું. આ દરમિયાન તેમણે જાપાન અને જર્મનીને કાયમી સભ્ય બનાવવાની વાત પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન દરમિયાન તેમણે સુરક્ષા પરિષદમાં સુધારાની બાઈડને સુરક્ષા પરિષદને વધુ સુધારાની વાત પણ કરી હતી. બાઈડને સુરક્ષા પરિષદને વધુ સમાવિષ્ટ બનાવવાની વાત કરી હતી જેથી તે
આજની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકે.
ભારતને કાયમી સભ્ય બનાવોઃ બાઈડન
વીટો અંગે તેમણે કહ્યું કે
તે માત્ર ખાસ અથવા આત્યંતિક સંજોગોમાં જ થવું જોઈએ, જેથી સુરક્ષા પરિષદની વિશ્વસનીયતા અને પ્રભાવ જળવાઈ રહે. બાઈડને પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ભૂતકાળમાં પણ
માનતા હતા અને હજુ પણ માનીએ છીએ કે ભારત, જાપાન અને જર્મનીને સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવામાં આવે.