Rajkot Fire Accidentને લઈ Rushikesh Patelએ આપ્યું નિવેદન, SITની કાર્યવાહીને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-13 14:23:29

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોના મોત થઈ ગયા.. ગેમ ઝોનમાં રમવા આવેલા લોકોના જીવન સાથે રમત થઈ ગઈ.. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ દુર્ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો.. દુર્ઘટના સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ ત્યાં દોડી આવ્યા હતા. આ ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી.. 

દુર્ઘટનાને લઈ વર્ષો વીતિ જાય છે પરંતુ.. 

એસઆઈટીની રચના તો કરવામાં આવી પરંતુ આને લઈ અનેક સવાલો ઉભા થયા.. સવાલો ઉઠ્યા કે શા માટે ગેમઝોનના કાટમાળને માત્ર થોડા કલાકોની અંદર ઉઠાવી દેવામાં આવ્યા.. તે સિવાય પણ અનેક સવાલો ઉભા થયા... થોડા સમયની અંદર કાર્યવાહી પણ કરવામાં આવી અને અનેક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. એસઆઈટીની રચના કરવામાં આવે છે પરંતુ અનેક દુર્ઘટનાઓને વર્ષો વિતી ગયા હોય પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. 


અનેક મંત્રીઓના આ દુર્ઘટનાને લઈ સામે આવ્યા નિવેદન 

રાજકોટમાં બનેલી ઘટનાને હાઈકોર્ટ દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવી.. આ ઘટનાને લઈ હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.. સુનાવણી દરમિયાન આરએમસી તેમજ સરકારની ઝાટકણી કાઢી..આ ઘટનાને લઈ હાઈકોર્ટ પણ ગંભીર છે. ઘટનાના અનેક દિવસો બાદ ભાનુબેન બાબરીયાની પ્રતિક્રિયા સામે આવી. પરષોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા સામે આવી.. આ બધા વચ્ચે  ગઈકાલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.



એસઆઈટીને લઈ પ્રવક્તા મંત્રીએ કહ્યું કે..

ગઈકાલે ગુજરાત વિધાનસભામાં પહેલી કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકની બાદ ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓને લઈ વાત કરવામાં આવી જેમાં રાજકોટ અગ્નિકાંડનો પણ સમાવેશ હતો. નિવેદન આપતા તેમણે કહ્યું કે રાજકોટની દુર્ઘટનાને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ રાજ્ય સરકારને પ્રાથમિક રિપોર્ટ મળ્યો હતો. રિપોર્ટની માહિતી મળતા જ તરત એક્શન લેવામાં આવ્યા..


ગેમઝોનને લઈ તેમણે કહ્યું કે...  

ગેમ ઝોનના નિયમોને લઈ તેમણે માહિતી આપી હતી. જાણકારી આપતા તેમણે કહ્યું કે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા માટે મોડલ રૂલ્સ બનાવવામાં આવ્યા છે. જેની પણ સામે કાર્યવાહી કરવાની હોય તો તે કરવાની છૂટ પોલીસને આપવામાં આવી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે નાની માછલીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા માછલા રહી જાય છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવતી. ત્યારે જોવું રહ્યું કે આ મામલે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં શું કાર્યવાહી થાય છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?