રૂપર્ટ મર્ડોક 92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડશે, 66 વર્ષીય લેસ્લી સ્મિથ સાથે કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-03-21 15:46:09

ઓસ્ટ્રેલિયન-અમેરિકન મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોક  92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડવા જઈ રહ્યા છે. અબજોપતિ ઉદ્યોગપતિએ 66 વર્ષીય પૂર્વ પોલીસ વુમન લેસ્લી સ્મિથ સાથે તેની સગાઈની ઘોષણા કરી છે. રૂપર્ટ મર્ડોક અને લેસ્લી સ્મિથ ગત સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયામાં તેમના પ્લાન્ટેશન ખાતે એક કાર્યક્રમમાં મળ્યા હતા. મર્ડોકે કહ્યું કે તેમણે 'સેન્ટ પેટ્રિક ડે' પર સ્મિથને 'પ્રપોઝ' કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે તે ગયા વર્ષે ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા હતા, તેઓ ઉનાળામાં લગ્ન કરશે. 


મર્ડોક અને લેસ્લી સહજીવન માટે આતુર


મર્ડોક અને લેસ્લી સ્મિથે તેમના એક અખબાર 'ન્યૂયોર્ક પોસ્ટ'ને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, 'હું હવે પ્રેમથી ડરતો હતો, પરંતુ મને ખબર છે કે, તે મારો છેલ્લો પ્રેમ હશે. એ વધુ સારું રહેશે. હું ખુબ જ ખુશ છું.' જ્યારે સ્મિથે કહ્યું કે 'આ અમારા બંને માટે ભગવાનની ભેટ છે. અમે ગયા સપ્ટેમ્બરમાં મળ્યા હતા, હું 14 વર્ષથી વિધવા છું. રુપર્ટની જેમ મારા પતિ પણ બિઝનેસમેન હતા. તેથી જ હું રુપર્ટની ભાષા બોલું છું. અમે સમાન માન્યતાઓ ધરાવીએ છીએ તેથી એકબીજા સાતે શેર કરીએ છીએ". અગાઉના ત્રણ લગ્નોથી છ બાળકો ધરાવતા મર્ડોકે કહ્યું કે, 'અમે બંને અમારા જીવનનો બીજો ભાગ સાથે વિતાવવા માટે ઉત્સુક છીએ.'  સ્મિથના સ્વર્ગસ્થ પતિ ચેસ્ટર સ્મિથ દેશના ગાયક અને રેડિયો અને ટીવી એક્ઝિક્યુટિવ હતા. 


કોણ છે રૂપર્ટ મર્ડોક?


રૂપર્ટ મર્ડોક ન્યૂઝ કોર્પોરેશનના એક્ઝિક્યૂટિવ ચેરમેન છે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા મર્ડોક હવે અમેરિકન નાગરિક છે. રૂપર્ટ મર્ડોકના બિઝનેસ સામ્રાજ્યમાં અમેરિકામાં ફોક્સ ન્યૂઝ અને બ્રિટનમાં ટેબ્લોઇડ ધ સનનો સમાવેશ થાય છે. મીડિયા રીપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયન-અમેરિકન ઉદ્યોગપતિ અને મીડિયા મુઘલ રૂપર્ટ મર્ડોકે પોતાનાથી 25 વર્ષ નાની મોડેલ જેરી હોલ સાથે ગયા 7 વર્ષના લગ્નજીવન બાદ ગયા વર્ષે જૂનમાં છૂટાછેડા લીધા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?