અમેરિકાના ફેડ રિઝર્વના આક્રમક વલણ બાદ અમેરિકાના ડોલરની તુલનામાં ભારતીય ચલણ રૂપિયો રૂપિયો આજે શુક્રવારે ફરી એક વખત તૂટીને રેકોર્ડ નીચી સપાટીએ આવી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈને કારણે અમેરિકી કરન્સી સામે રૂપિયો ગુરુવારે 55 પૈસા ઘટીને 82.17 પ્રતિ ડોલરની સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો.
Rupee falls to record low against US dollar, slips past 82-mark
Read @ANI Story | https://t.co/a85ez82rzF#Rupee #Dollar pic.twitter.com/kprov8HriK
— ANI Digital (@ani_digital) October 7, 2022
આજે પ્રતિ ડોલર 82.22 રૂપિયા ના સ્તરે
Rupee falls to record low against US dollar, slips past 82-mark
Read @ANI Story | https://t.co/a85ez82rzF#Rupee #Dollar pic.twitter.com/kprov8HriK
આજે રૂપિયોએ પહેલીવાર ઓપનિંગમાં ડોલરની સામે 82નું સ્તર પણ તોડી નાખ્યું છે. આજે શરૂઆતી ટ્રેડિંગમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા એટલે કે 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીએ ગઈકાલે રાત્રે આપેલા નિવેદનથી ડોલરની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.શિકાગો ફેડ પ્રેસિડેન્ટ ચાર્લ્સ ઈવાન્સે શુક્રવારે કહ્યું કે 2023 ના વસંત સુધી ફેડનો પોલીસી રેટ 4.5% થી 4.75% સુધી પહોંચી શકે છે. આસમાને પહોંચેલી મોંઘવારી માટે ફેડ રિઝર્વ વ્યાજ દરોમાં સતત વધારો કરી રહ્યું છે.
વર્ષ 2022માં 10 ટકાથી વધારે ઘટાડો
આ કેલેન્ડર વર્ષમાં ભારતીય રૂપિયામાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને વર્ષ 2022માં તે 10.60 ટકા તૂટી ચૂક્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજદરમાં સતત વધારાને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે ઇમર્જિંગ માર્કેટ્સની કરન્સીની સાથે-સાથે ભારતીય ચલણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડોલર ઈન્ડેક્સ નવી ઉંચાઈ પર
અમેરિકાના અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે ડોલરમાં મજબુતી જળવાઈ રહી છે. સતત બે દિવસની તેજી બાદ ડોલર ઈન્ડેક્સ 112 ના સ્તરે પહોંચી ગયો. બ્રેંડ ક્રૂડ ફ્યુચર્સમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે અને 95 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયો છે. OPEC+ દેશો દ્વારા ગ્લોબલ સપ્લાયને ઘટાડવા માટે સહમત થયા તેલની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે.