ડોલરની તુલનામાં રૂપિયો સતત ગગડી રહ્યો છે, સોમવારે રૂપિયો અત્યાર સુધીની સર્વકાલિન નીચી સપાટીએ આવી ગયો છે. શરૂઆતના વેપારમાં, તે US ડૉલરની સરખામણીમાં 82.68 પ્રતિ ડૉલર પર આવી ગયો છે. આજે સવારે ડોલરની તુલનામાં રૂપિયો રેકોર્ડ 38 પૈસા જેટલો ઘટી ગયો છે. ઘટતો રૂપિયો સરકાર માટે ચિંતાજનક બાબત બની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રૂપિયાના ઘટાડાને રોકવાના પ્રયાસોના ઓછા પરિણામ મળ્યા છે અને રૂપિયો સતત નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
Rupee falls 38 paise to all-time low of 82.68 against US dollar in early trade
— Press Trust of India (@PTI_News) October 10, 2022
શા માટે ઘટી રહ્યો છે રૂપિયો
Rupee falls 38 paise to all-time low of 82.68 against US dollar in early trade
— Press Trust of India (@PTI_News) October 10, 2022અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની નકારાત્મક અસર રૂપિયા પર જોવા મળી રહી છે અને આ બજારોમાંથી ડોલરની ખરીદીમાં વધારો થવાને કારણે દેશની ચલણ રૂપિયો લાલ નિશાનમાં સરકી રહ્યો છે. આ સિવાય અન્ય એશિયન કરન્સીમાં ઘટાડો એશિયન બજારોનો ટ્રેન્ડ દર્શાવે છે, જે તેમની સાથે ભારતીય ચલણ રૂપિયામાં પણ ઘટાડાનું કારણ બની રહ્યું છે.
આ વર્ષે રૂપિયામાં 11 ટકાનો ઘટાડો નોંધાયો
જો તમે આ વર્ષે રૂપિયાના ઘટાડાને જુઓ તો તેમાં 11 ટકાનો ઘટાડો થયો છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર બે વર્ષની નીચી સપાટીએ આવ્યા બાદ ડોલરની માંગ વધી રહી છે અને રૂપિયાની મંદી અટકવાનું નામ નથી લઈ રહી.
રૂપિયો નબળો થવાથી મોંઘવારી વધશે
રૂપિયો નબળો થવાને કારણે દેશમાં મોંઘવારી વધી જશે. હકીકતમાં, ભારત તેના 70 ટકાથી વધુ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે. ભારતની આયાત ડોલરમાં થાય છે. રૂપિયો નબળો પડવાથી ભારતે આયાત માટે પહેલા કરતાં વધુ ચૂકવણી કરવી પડશે. પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘી આયાતને કારણે ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે.
જો ઈંધણના ભાવ વધશે તો નૂર ચાર્જ વધશે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે ત્યારે ફ્રેઈટ ચાર્જ પણ વધી જાય છે. આ વધારાના ચાર્જને કારણે કંપનીઓ અથવા બિઝનેસનું માર્જિન ઘટશે અને પછી તે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે. રિકવરી માટે પ્રોડક્ટની કિંમતમાં વધારો કરવામાં આવશે.