ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને ગજવી રહ્યા છે.. પીએમ મોદી પોતે બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા અને અનેક જનસભાને સંબોધી હતી.. ઉમેદવારોના પ્રચાર માટે અનેક નેતાઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવી શકે છે.. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે તે પ્રચાર કરશે તેવી માહિતી સામે આવી છે.
પાર્ટીના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર
છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ભાજપનો ગઢ માનવામાં આવે છે... ગુજરાતને ભાજપની રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે રણનીતિ ફોલો થાય છે. જે પ્રયોગો થાય છે તેને ભારતના અનેક રાજ્યોમાં અપલાય કરવામાં આવે છે.... ગુજરાતમાં 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. આ વખતે પણ 26એ 26 બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.... મતદારને રિઝવવા માટે દિગ્ગજ નેતાઓ જનસભાને સંબોધી રહ્યા છે.
ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં પ્રચાર કરી શકે છે રૂપાલી ગાંગૂલી
આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં આવી પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે... મહત્વનું છે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે... ત્રીજી વખત ભાજપની સરકાર કેન્દ્રમાં બને તે માટે મતદાતાઓને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે ગુજરાત માટે ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે પાંચ લાખની લીડ સાથે જીતવાનો.. ત્યારે આ લક્ષ્યાંક હાંસલ થાય છે કે કેમ તે ચોથી જૂને ખબર પડશે...