ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણીના સમયે પાર્ટી છોડીને ગયેલા નેતાઓ પણ ઘરવાપસી કરી રાજનીતિમાં ફરી સક્રિય થવા માગે છે. હાલ જે પ્રમાણે ગુજરાતમાં રાજકારણ ચાલી રહ્યું છે તેમાં કંઈ પણ થવું અશક્ય નથી. થોડા સમય પહેલા એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે આવી ચર્ચાઓ ફરી એક વખત થવા લાગી છે. એવું માનવામાં આવી રહ્યું છે ગમે તે સમયે બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ અગાઉ બાપુના પુત્રએ પણ કોંગ્રેસનો હાથ થામી લીધો છે.
રઘુ શર્મા અને બાપુ વચ્ચે ચાલી રહ્યો છે બેઠકોનો દોર
ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી જે પ્રમાણે પ્રચાર કરી રહી છે તે પ્રમાણે કોંગ્રેસ જોરશોરથી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. તેવા એવી વાતો વહેતી થઈ રહી છે કે ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસને અલવિદા કહેનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ઘરવાપસી કરી શકે છે. કેન્દ્રીય નેતાઓ ભલે ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર નથી કરી રહ્યા, પરંતુ રાજ્ય સ્તરે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે રઘુ શર્મા અને બાપુ વચ્ચે બેઠક થઈ હતી જેમાં તેમની એન્ટ્રીનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે એવું મનાઈ રહ્યું છે.
કોઈ પણ શરત વગર બાપુ કરી શકે છે ઘરવાપસી
થોડા સમય પહેલા જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે બાપુતો કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા ઉતાવડા થઈ રહ્યા છે, પરંતુ હાઈકમાન્ડે આ અંગે કોઈ નિર્ણય નથી આપ્યો. રઘુ શર્મા બાપુ સાથે બેઠક કરી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ પણ શરત વગર બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમના આગમનથી કોંગ્રેસ પાર્ટીને ઘણો ફાયદો થઈ શકે છે.