Rudraprayag Accident : મુસાફરોને લઈ જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકી, દુર્ઘટનામાં અનેક લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-15 16:20:21

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. બદ્રીનાથ હાઈવે પર યાત્રિઓને લઈ જઈ રહેલા ટેંપો ટ્રાવેલર્સ નદીમાં ખાબકી ગઈ છે અને આ મોટી દુર્ઘટનામાં અંદાજીત 9થી 12 લોકોના મૃત્યુ થયા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, લોકોને શોધવામાં આવી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.  આ ઘટનામાં મોતનો આંકડો વધી પણ શકે છે..

લોકોને શોધવાની થઈ રહી છે કામગીરી

ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે.. અકસ્માત થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે ગંભીર અકસ્માત ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં સર્જાયો છે. અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર્સ પડી ગઈ છે જેમાં 9થી 12 જેટલા લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ વાહન દિલ્હીના યાત્રીકોને લઈને જઈ રહી હતી. આ વાહનમાં 23 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

અમિત શાહ, પુષ્કર ધામીએ શોક વ્યક્ત કર્યો

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો બચાવ માટે આવી ગયા હતાં. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે, સ્થાનિક પ્રશાસનની ટીમ પણ ત્યાં પહોંચી છે. આ ઘટનાને પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. તે સિવાય આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શોક વ્યક્ત કરવમાં આવ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે