સજાતીય લગ્ન મુદ્દે મોદી સરકારને RSSનો ટેકો, જનરલ સેક્રેટરી હોસબાલે કહ્યું "કેન્દ્રના અભિપ્રાય સાથે સંઘ સંમત"


  • Published By :
  • Published Date : 2023-03-14 18:14:38

સજાતીય લગ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે, કેન્દ્ર સરકારે સજાતીય લગ્નને કાનુની માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટમાં જોરદાર વિરોધ કર્યો હતો. સરકારના એટર્ની જનરલે આ મામલે ધારદાર દલીલો કરતા સુપ્રીમ કોર્ટે આ કેસ હવે બંધારણીય બેચને હવાલે કર્યો છે. જો કે આ મુદ્દે કેન્દ્ર સરકારને RSSનું પણ સમર્થન મળ્યું છે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલે પણ કહ્યું કે લગ્ન માત્ર અપોઝિટ લોકો વચ્ચે જ થઈ શકે છે.


મોદી સરકારને સંઘનું સમર્થન


રાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પાનીપતમાં ચાલી રહેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સંઘના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલે પણ સમલૈંગિક લગ્ન અંગે કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું છે. RSSના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલેએ મંગળવારે (14 માર્ચ) જણાવ્યું કે સંઘ સમલૈંગિક લગ્ન અંગે કેન્દ્રના અભિપ્રાય સાથે સંમત છે. હોસબાલેએ દાવો કર્યો હતો કે લગ્ન ફક્ત વિજાતીય લોકો વચ્ચે જ થઈ શકે છે, વધુમાં તેમણે કહ્યું કે 'ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર છે. તે બે વ્યક્તિઓના આનંદ માટેનો કરાર કે વસ્તુ નથી.'


શા માટે યોજાઈ ABPSની બેઠક?


હરિયાણાના પાણીપતમાં 12 માર્ચથી શરૂ થયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS)ની 3 દિવસની આ બેઠકનું ખુબ મહત્વ છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS)એ RSSનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ એકમ છે, તેને સંઘની વિચારસરણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બેઠકમાં સંઘ સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિર્ણયો અને વ્યૂહરચના અંગે વિચાર-વિમર્સ કરવામાં આવે છે. પાનીપતમાં યોજાયેલી આ બેઠકમાં ત્રણેય દિવસ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..