દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી, મુસલમાનોએ મોટાપણું છોડવું પડશે: મોહન ભાગવત


  • Published By :
  • Published Date : 2023-01-11 14:06:49

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિંદુ ધર્મ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા અને દરેકને પોતાની સાથે લઈને ચાલવાની પ્રવૃતિ છે અને દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી. પરંતુ તેણે "અમે મોટા છીએ" આ ભાવના છોડવી પડશે. સરસંઘચાલક ભાગવતે 'ઓર્ગેનાઇઝર' અને 'પાંચજન્ય'ને આપેલી મુલાકાતમાં LGBT સમુદાયની ભાવનાને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમની પ્રાઈવસીનું સન્માન કરવું જોઈએ અને સંઘ આ વિચારને પ્રોત્સાહિત કરશે.


થર્ડ જેન્ડરના લોકો  સમસ્યા નથી


તેમણે કહ્યું, “આવા પ્રકારના વલણ ધરાવતા ધરાવતા લોકો પહેલાથી છે, જ્યારથી જ મનુષ્યનું અસ્તિત્વ છે...આ જૈવિક છે, જીવનનો એક માર્ગ છે. અમે ઇચ્છીએ છીએ કે તેમને તેમની ગોપનીયતાનો અધિકાર મળે અને તેમને પણ લાગે કે તે પણ આ સમાજનો એક ભાગ છે. આ એક સામાન્ય બાબત છે.


તેમણે કહ્યું કે “ થર્ડ જેન્ડરના લોકો (ટ્રાન્સજેન્ડર) સમસ્યા નથી. તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી-દેવતાઓ છે. હવે તેમની પાસે મહામંડલેશ્વર છે. તેમણે કહ્યું કે સંઘનો કોઈ અલગ દ્રષ્ટિકોણ નથી, હિન્દુ પરંપરાએ આ બાબતો પર વિચાર કર્યો છે.


દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી


ભાગવતે કહ્યું, 'હિંદુ એ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાની સાથે લઈને ચાલવાની વૃત્તિ  છે. સરસંઘચાલકે કહ્યું કે હિન્દુસ્તાન, હિન્દુસ્તાન તરીકે યથાવત રહે સીધી વાત છે. તેના કારણે ભારતમાં જે મુસલમાન છે તેમણે કોઈ નુકસાન નથી. તે છે અને રહેવા માંગે છે તો રહે. પૂર્વજ પાસે પાછા આવવા માગે છે, તો આવે. તે તેમના પર નિર્ભર કરે છે.


તેમણે કહ્યું, 'ઈસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ આપણે મોટા છીએ, આપણે એક સમયે રાજા હતા, આપણે ફરીથી રાજા બનીશું... આ બધી બાબતો છોડવી પડશે અને કોઈએ પણ છોડવું જ પડશે.' તે સાથે જ ભાગવતે કહ્યું કે 'જો આવું કોઈ પણ હિંદું વિચારે છે તો તેણે પણ આ લાગણી છોડવી જ પડશે. તે સામ્યવાદી છે, તેમણે પણ છોડવું પડશે.'


વસ્તી નિયંત્રણ બધા પર લાગુ પડે


વસ્તી નીતિ અંગેના પ્રશ્નના જવાબમાં ભાગવતે કહ્યું કે સૌપ્રથમ હિન્દુઓએ સમજવું જોઈએ કે હિન્દુઓ આજે બહુમતીમાં છે અને હિન્દુઓના ઉત્થાનથી આ દેશના તમામ લોકો સુખી થશે. તેમણે કહ્યું કે, 'વસ્તી એક બોજ હોવાની સાથે સાથે ઉપયોગી પણ છે, આવી સ્થિતિમાં મેં અગાઉ કહ્યું તેમ આટલી દૂરગામી અને ઊંડો વિચાર કરીને નીતિ બનાવવી જોઈએ.'


સરસંઘચાલકે કહ્યું, 'આ નીતિ બધા પર સમાન રીતે લાગુ થવી જોઈએ, પરંતુ  આ માટે જબરદસ્તી કામ આવશે નહીં. આ માટે શિક્ષણ આપવું પડશે. તેમણે કહ્યું કે વસ્તી અસંતુલન એ અયોગ્ય અને અસ્વિકાર્ય બાબત છે કારણ કે જ્યાં વસ્તીનું અસંતુલન થયું ત્યાં દેશ તૂટી ગયો, આખી દુનિયામાં આવું થયું છે.


વિચારો પાકિસ્તાન કેમ બન્યું?


ભાગવતે કહ્યું કે હિંદુ સમાજ એકમાત્ર એવો છે જે આક્રમક નથી, તેથી અનાક્રમકતા, અહિંસા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા… આ બધાને જાળવવા પડશે. તેમણે કહ્યું, “ ટિમોર, સુદાનને આપણે જોયું, પાકિસ્તાન બનતું પણ આપણે જોયું છે, આવું કેમ થયું? રાજકારણ છોડીને તટસ્થતાથી વિચારો કે પાકિસ્તાન કેમ બન્યું?


તેમણે કહ્યું, 'જ્યારથી ઈતિહાસમાં આંખો ખુલી છે ત્યારથી ભારત અખંડ હતું. ઇસ્લામના આક્રમણ અને પછી અંગ્રેજોની વિદાય પછી આ દેશ કેવી રીતે તૂટી ગયો..આ બધું આપણે એટલા માટે ભોગવવું પડ્યું કારણ કે આપણે હિન્દુ ભાવના ભૂલી ગયા છીએ."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?