2000 રૂપિયાની નોટો બદલવાની આવતી કાલે છેલ્લી તક, રૂ. 12 હજાર કરોડની નોટો હજુ પણ પરત નથી આવી


  • Published By :
  • Published Date : 2023-10-06 21:36:04

ભારતીય રિઝર્વ બેંકે 19 મે 2023 ના રોજ જાહેરાત કરીને 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી. RBIએ લોકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો હતો કે તેઓ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરી શકે અથવા તેને અન્ય મૂલ્યની નોટો બદલાવી શકે, જે ગયા સપ્તાહે સમાપ્ત થયા બાદ આરબીઆઈએ સમયમર્યાદા એક સપ્તાહ માટે લંબાવી હતી અને રૂ. 2000ની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર નક્કી કરી છે. પરંતુ, હજુ પણ બજારમાં રૂ. 2000ની 12,000 કરોડની કરન્સી હજુ પણ અસ્તિત્વમાં છે. RBI અનુસાર, 2000ની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટોમાંથી 12,000 કરોડ રૂપિયા હજુ પરત આવી નથી. 


રૂ.2000  નોટ બદલવાનો આવતીકાલે છેલ્લો દિવસ


2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો અથવા નોટ બદલાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ પહેલાં આજે એટલે કે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96%થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 87% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે. આરબીઆઈએ ગયા શનિવારે જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બર સુધી 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો પાછી આવી ગઈ છે અને 14,000 કરોડ રૂપિયા પરત કરવાના બાકી છે. સેન્ટ્રલ બેંકે પણ નોટો પરત કરવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી હતી, જે આવતીકાલે 7 ઓક્ટોબરે પૂરી થઈ રહી છે.



29 મે 2023ના નોટો પાછી ખેંચવાની કરાઈ હતી જાહેરાત


2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 7મી ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 29 મે 2023ના રોજ બજારમાંથી ગુલાબી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, બેંકે તેને પરત કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખી હતી, જે વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે 7 ઓક્ટોબર પછી 2000 રૂપિયાની નોટો ફક્ત RBI ઓફિસમાં જ બદલી શકાશે. 8 ઓક્ટોબરથી બેંક શાખાઓમાં નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ થઈ જશે. આ પછી લોકોએ નોટો બદલવા માટે આરબીઆઈની હાલની 19 ઓફિસમાં જવું પડશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?