RBIની મહત્વની જાહેરાત: રિઝર્વ બેંક 2 હજાર રૂપિયાની નોટ પાછી ખેંચશે, 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાંથી બદલાવી શકાશે


  • Published By :
  • Published Date : 2023-05-19 20:20:58

RBIએ બે હજારની નોટને ચલણમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે.ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને સલાહ આપી છે કે તે તાત્કાલિક અસરથી 2 હજારની નોટના મૂલ્યની બેંક નોટ ગ્રાહકોને આપવાનું બંધ કરે. જો કે 2 હજારની નોટ કાનુની ચલણ તરીકે યથાવત રહેશે. મળતી જાણકારી મુજબ, ક્લીન નોટ પોલિસી હેઠળ RBIએ આ નિર્ણય લીધો છે. RBIના કહેવા પ્રમાણે આ નોટ 30 સપ્ટેમ્બર સુધી કાનુની રીતે માન્ય રહેશે. બે હજાર રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં લાવવામાં આવી હતી. તમે 23 મેથી બેંકોમાં જઈને આ નોટોને બદલાવી શકો છો. જો કે એક વખતમાં માત્ર 20 હજાર રૂપિયા જ બદલાવી શકાશે. 2 હજારની નોટ બદલવાની આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.


RBIએ 2018-19માં પ્રિન્ટિંગ બંધ કર્યું


RBI બે હજાર રૂપિયાની નોટ RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ સરક્યુશનમાં લાવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ બજાર અને અર્થવ્યવસ્થા પર તેની અસર ઘટાડવા માટે તથા ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બે હજારની નોટો સરક્યુશનમાં લાવવામાં આવી હતી. બજારમાં અન્ય ચલણી નોટો પૂરતા પ્રમાણમાં આવી ગયા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ સમાપ્ત થઈ ગયો હતો. આથી 2018-19માં RBI દ્વારા રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.


હાલ કેટલી નોટ ચલણમાં છે?


ચલણમાં રહેલી 2 હજારની આ બૅન્ક નોટોનું કુલ મૂલ્ય 31 માર્ચ, 2018ના રોજ તેની ટોચ પર હતું. તે સમયે રૂ. 6.73 લાખ કરોડની બે હજારની નોટ સરક્યુલેશનમાં હતી. જે 31 માર્ચ, 2023ના રોજ 10.8 ટકા ઘટીને એટલે કે રૂ. 3.62 લાખ કરોડ રહી ગયું હતું. 


 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?