દિલ્હી લિકર પોલીસી કેસમાં આપના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટને ફરી ફરીથી ઝટકો મળ્યો છે. ઈડીના મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 17 એપ્રિલ 2023 સુધી વધારી દીધી છે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડ્રિંગ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ખતમ થયા બાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.
Delhi Excise policy case | Rouse Avenue Court extends judicial custody of Delhi's former Deputy Chief Minister Manish Sisodia till April 17, 2023, in ED's money laundering case. pic.twitter.com/guPsOM5NDZ
— ANI (@ANI) April 5, 2023
મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી
Delhi Excise policy case | Rouse Avenue Court extends judicial custody of Delhi's former Deputy Chief Minister Manish Sisodia till April 17, 2023, in ED's money laundering case. pic.twitter.com/guPsOM5NDZ
— ANI (@ANI) April 5, 2023મનીષ સિસોદિયાના વકીલે જામીન માટે ધારદાર દલીલો કરી હતી તેમ છતાં તેમની કોઈ દલીલ કોર્ટમાં કામ આવી શકી નહોતી. આ પહેલા પણ રાઉઝ એવન્યુ કોર્ટે જ મનીષ સિસોદિયા સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 17 એપ્રિલ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. હવે આ બંને કેસમાં સિસોદિયા માટે 17 એપ્રિલ સુધી જેલમાં થી બહાર આવવું મુશ્કેલ છે.