દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસોથી ઠીક અમિરોના રસોડામાંથી પણ ટામેટા ગાયબ થઈ ગયા છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના શાકભાજી માર્કેટમાં ટામેટા 150 થી 200 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. જો કે હવે લેભાગુ તત્વો સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા પણ શાકબાજી માર્કેટમાં વેચી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી સડેલા ટામેટા કેરેટમાં ભરતા બે વ્યક્તિ નજરે પડી રહ્યા છે. આમ શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી કેરેટમાં ભરાઇ રહ્યા છે. આવા ટામેટા તમને ગંભીર રીતે બીમાર કરશે તેવું ચોક્કસપણે કહીં શકાય.
Suratમાં સડેલા ટામેટા અલગ કરીને બજારમાં વેચવા જતા લોકોનો Video Viral #surat #suratcity #tomato #tomatoprice #tomatopricehike #tomatopricehikeinindia #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/MnAdsFv6yN
— Jamawat (@Jamawat3) July 16, 2023
વીડિયો સુરતનો હોવાની આશંકા
Suratમાં સડેલા ટામેટા અલગ કરીને બજારમાં વેચવા જતા લોકોનો Video Viral #surat #suratcity #tomato #tomatoprice #tomatopricehike #tomatopricehikeinindia #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/MnAdsFv6yN
— Jamawat (@Jamawat3) July 16, 2023ટામેટાના ભાવ વધતા લેભાગુ તત્વો લોકોના આરોગ્યના દુશ્મનો સક્રિય થયા છે. ફેંકી દેવાયેલા ટામેટા ફરી તમને અપાય છે. સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા એકઠા કરી ફરી તેનું શાક માર્કેટમાં વેચાણ કરે છે. આવા ટામેટા તમને ગંભીર બીમાર કરશે તે નક્કી છે. સુરતમાં સડેલા ટામેટા વેચાતા હોવાનો એક વીડિયોના આધારે પર્દાફાશ થયો છે. સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા આ વીડિયોમાં સડેલા ટામેટા કચરામાંથી વીળીને વેચાણ કરતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. થોડાક પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ ડુંગળી અને બટાકા કચરામાંથી એકઠા કરવામાં આવતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.
સસ્તા ટામેટાથી ભરમાતા નહીં
ટામેટાના ભાવ વધી રહ્યા ત્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકો સસ્તી વસ્તુઓ શોધતાં હોય છે. આ સ્થિતીમાં ફેરિયાઓ તેનો લાભ લઇને લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર જ આ પ્રકારના ચેડાં કરતાં હોય છે. ટામેટા મોંઘા થતાં લોકોને સસ્તા ટામેટા વેચી વધુ નફો મેળવવાની લાલાચમાં અમુક તત્વો આ પ્રકારનું કૃત્ય કરતાં હોય છે. પરંતુ ચોમાસાની સાથે રોગચાળો ફેલાતો હોય છે, આવામાં લોકોએ આવી વસ્તુઓથી સાવચેત રહેવાની જરૂર છે. સરકારે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માગ ઉઠી રહી છે.