Rotomac: લિખતે-લિખતે ફ્રોડ હો જાય! કંપની સામે CBIએ દાખલ કરી FIR


  • Published By :
  • Published Date : 2022-11-17 21:32:45

લિખતે-લિખતે લવ હો જાય આ એડ તો તમે બાળપણમાં ટીવી પર જોઈ જ હશે. જે પેન માટે આ એડ બની તે  Rotomac Pen પણ તમે જોઈ હશે. આજકાલ આ પેન મેકર કંપની કાયદાકીય આંટીઘુટીમાં ફસાઈ છે. રોટોમેક કંપની પર 750 કરોડ રૂપિયાની બેંક ફ્રોડનો આરોપ લાગ્યો છે જેના પગલે CBIએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ કાનપુર સ્થિત રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટરો સામે ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)સાથે જોડાયેલી બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 750.54 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 90ના દશકમાં રોટોમેક ગ્લોબલ કંપનીની સ્થાપના થઈ હતી.


રોટોમેક  કંપની પર2,919 કરોડનું દેવું


રોટોમેક કંપની  પર બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 7 બેંકોના કન્સોર્ટિયમનું કુલ રૂ. 2,919 કરોડનું દેવું છે. જેમાં સૌથી મોટો 23 ટકા હિસ્સો ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો છે. CBIના અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 420 (છેતરપિંડી) હેઠળ ફર્મ અને તેના ડિરેક્ટરો સાધના કોઠારી અને રાહુલ કોઠારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.


 કંપની સામે મની લોન્ડરિંગની તપાસ 


CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પણ કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. 28 જૂન, 2012ના દિવસે ફર્મને રૂપિયા 500 કરોડની બિન ભંડોળ આધારિત મર્યાદા ફાળવવામાં આવ્યા હતા. તેમના ખાતાને 30 જૂન, 2016ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે તેની પાસે રૂપિયા 750.54 કરોડનું બાકી હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?