21 કલાકની જહેમત બાદ પણ રોશનીને ન બચાવી શકાઈ, આજે સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-04 12:24:02

જામનગર તાલુકાના તમાચણ ગામે ગઈકાલે વાડી વિસ્તારમાં અઢી વર્ષની નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા માટે રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી હતી જો કે તેને બચાવી શકાઈ નથી. ખુલ્લા બોરવેલમાં પડી ગયેલી બાળકીને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે 21 કલાકની ભારે જહેમત ઉઠાવી હતી. આજે સવારે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.


તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા


રોશનીને સલામત રીતે બોરવેલમાથી બહાર કાઢવા રેસ્ક્યુ ટીમ દ્રારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતાં. જેસીબી અને હીટાચી મશીનની મદદથી બોરવેલની બાજુમાં બે મોટા ખાડા ખોદીને તે બહાર કાઢવાના પ્રસાસ થયા, પરંતુ પથ્થરાળ જમીન અને જુના મશીનોથી  હોવાથી ખાડો ખોદી ના શકાયો. આ કવાયતમાં ફાયરબ્રિગેડની ઉપરાંત ગાંધીનગર અને વડોદરાની NDRFની ટીમ સહિત આર્મી જવાનોની ટીમ દ્વારા  ભારે મહેનત કરવામાં આવી રહી હતી. પરંતુ બાળકીનું મોત થતાં 21 કલાકની ભારે જહેમત બાદ માસૂમનો મૃતદેહ બહાર કઢાયો હતો.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


જામનગર તાલુકાના તમાચણ ગામમા ચંદુ ગોવિંદ ગોહીલની વાડીમાં આવેલા બોરવેલમાં ગઈકાલે સવારે 9:00 વાગ્યાની આસપાસ બાળકી બોરવેલમાં ખાબકી હતી. મૂળ મધ્યપ્રદેશ વતની મજુરના બે વર્ષની બાળકી રોશની પિતરાઈ ભાઈ-બહેનો સાથે રમતી હતી ત્યારે અચાનક અકસ્માતે રમતા રમતા બોરવેલમા પડી હતી. જોકે બોરવેલ પર પથ્થર રાખવામાં આવ્યો હતો. પરંતુ બાળકો તે પથ્થર હટાવી લેતા અકસ્માત સર્જાયો હતો. અને નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ હતી સાથે રમતા બાળકો વાડીમા હાજર રહેલા લોકોને જાણ કરી અને વાલીને જાણ તથા રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી હતી. ઘટનાને પગલે રેસ્કયુ ટીમની સાથે 108 એમ્બ્યુલન્સ, તેમજ જામવંથલીની એમ્બ્યુલન્સ, મેડીકલ ટીમ, પોલીસની ટીમ, ટીડીઓ, મામલતદાર સહીતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.