છેલ્લા અનેક દિવસોથી બોલિવુડની ફિલ્મો બોક્સઓફિસમાં સારી કમાણી કરી રહી છે. દ્રશ્યમ 2 અવતાર-2, ઓમ મંગલમ સિંગલમ જેવી ફિલ્મો બોક્સઓફિસમાં ઘૂમ મચાવી રહી છે. ત્યારે રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ પૂર્ણ થયા છે પરંતુ આ ફિલ્મે કમાણી બહુ ઓછી કરી છે. આ ફિલ્મે બજેટ કરતા પણ ઓછી કમાણી કરી છે.
સર્કસ ફિલ્મને નથી મળી રહ્યા દર્શકો
રોહિત શેઠ્ઠીની ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવતી હોય છે. દર્શકોનો પ્રેમ રોહિત શેઠ્ઠીની ફિલ્મોને મળી રહે છે પરંતુ હાલમાં જ રિલીઝ થયેલી સર્કસને દર્શકોના ફાંફા પડી રહ્યા છે. બોક્સઓફિસ પર સર્કસ ફેલ ગઈ છે. દર્શકો ન મળતા ફિલ્મના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ વીતી ગયા છે પરંતુ આ ફિલ્મે બજેટ જેટલી પણ કમાણી નથી કરી. ફિલ્મ બજેટ કરતા પણ ઓછી કમાણી ફિલ્મે કરી છે.
રોહિત શેઠ્ઠીની ફિલ્મ થઈ ફ્લોપ
સર્કસએ 6 દિવસમાં ફિલ્મે 28.30 કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મે 6.25 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 6.40 કરોડની કમાણી કરી હતી. જ્યારે બુધવારે ફિલ્મે માત્ર 2.25કરોડની જ કમાણી કરી હતી. રણબીર સિંહને આ ફિલ્મ પાસેથી સારી અપેક્ષાઓ હતી. પરંતુ આ ફિલ્મે સારી કમાણી કરી હતી. રોહિત શેઠ્ઠીની આ ફિલ્મની પ્રથમ ફ્લોપ કોમેડી ફિલ્મ માનવામાં આવે છે.