આજે રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે 150 કિમીની સ્પીડથી આવતો બોલ તેમના હાથ પર લાગી ગયો હતો. બોલ હાથ પર લાગતા રોહિત શર્મા હાથ પકડીને ગ્રાઉન્ડ બહાર નીકળી ગયા હતા અને 40 મિનિટ ગ્રાઉન્ડ બહાર જ બેઠા રહ્યા હતા. જો કે 40 મિનિટ બાદ ફરીથી રોહિત પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.
ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગલેન્ડના સેમિફાઈનલના 2 દિવસ પહેલા કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા છે. BCCIએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે ઈજા ગંભીર નથી એટલે ચિંતા જેવી કોઈ બાબત નથી. આગામી 10 નવેમ્બરે એડિલેડમાં ભારતની ઈંગ્લેન્ડ સામે મેચ યોજાવા જઈ રહી છે. BCCIના જણાવ્યા મુજબ રોહિત શર્માને મેડિકલ ટીમ તરફથી ઓકેનું સિગ્નલ મળી ગયું છે. આ ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનું ફોર્મ સારું જોવા નથી મળ્યું. કારણ કે 5 લીગમાં તેમણે માત્ર 89 રન જ બનાવ્યા છે. જોકે રોહિત શર્માએ ભારતને પાંચમાંથી ચાર મેચ પણ જીતાડી છે.