ટેનિસ મેગાસ્ટાર રોજર ફેડરરે સન્યાસની જાહેરાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:31:33

24 વર્ષ સુધી ટેનિસ કૉર્ટમાં પોતાના પરફોર્મન્સથી લોકોને અચંબો પમાડતા 41 વર્ષીય રોજર ફેડરરે, 20 મોટા ટાઈટલ અને 1500થી વધુથી વધુ ટેનિસ રમ્યા બાદ આજે સન્યાસની જાહેરાત કરી છે. 


ઈન્સ્ટાગ્રામ પર સન્યાસની જાહેરાત કરી

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને રોજર ફેડરરે તેમના ફેન્સને સન્યાસ મામલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હું 41 વર્ષનો છું, મેં 24 વર્ષ અંદર 1,500થી વધુ મેચ રમી છે. ટેનિસના કારણે જ્યાં હું પહોંચ્યો છું તે જગ્યા પર હોવાનો મને હજુ વિશ્વાસ નથી આવતો. હવે મારી કારકિર્દી પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે."  


રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિકની ત્રીપુટી વિશ્વના સૌથી મોટા ટેનિસ પ્લેયર્સ તરીકે ઓળખવામાં આવે છે. રોજર ફેડરર સ્વિટ્ઝરલેન્ડ દેશના ટેનિસ ખેલાડી છે. દાયકાઓથી ફેડરરને વિશ્વના સૌથી મહાન ખેલાડીના સ્થાને પોતાનું નામ બનાવી રાખ્યું છે. 



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...