કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં રૂ 1 કરોડની લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રૂ 1 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ લૂંટની ઘટનામાં 4 લોકોનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ લૂંટને અંજામ આપનારા આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે.
લૂંટની ઘટનાથી ચકચાર
ગાંધીધામ શહેરની જવાહર ચોક, ખન્ના માર્કેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાંથી હેલ્મેટ પહેરી હથિયાર બતાવી લૂંટ કરી ફરાર થવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીધામના સૌથી સુરક્ષિત વિસ્તારમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લૂંટની ઘટના બનતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.
શહેરમાં લૂંટની ઘટનાઓ વધી
અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા માંગ ઉઠી છે. અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે, શહેરમાં આ પ્રકારની લૂંટની ઘટનાઓ વધતા શહેરનીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લુંટી થયો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભાર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.